Homeતરો તાજાજામફળ (જમરૂખ) આરોગ્યપ્રદ, લાભપ્રદ અને ગુણોનો ભંડાર છે

જામફળ (જમરૂખ) આરોગ્યપ્રદ, લાભપ્રદ અને ગુણોનો ભંડાર છે

જામફળ (જમરૂખ) આરોગ્યપ્રદ, લાભપ્રદ અને ગુણોનો ભંડાર છે

આરોગ્ય એક્સપ્રેસ-મનોજ જોશી ‘મન’

ફળો ખાવા આરોગ્ય માટે કેટલા લાભપ્રદ છે તે કોઈને કહેવાની જરૂર નથી. એલોપથી હોય કે આયુર્વેદ, કે પછી નેચરોપથી, કોઈ પણ વૈદ્યકીય શાખામાં ઋતુ અનુસાર ફળો ખાવા આરોગ્ય માટે લાભકારક કહ્યા છે. આવું જ એક શિયાળાનું અમૃતફળ છે જામફળ અથવા જમરૂખ.
જામફળનું વતન મેક્સિકોથી પેરૂના મધ્ય ભાગને માનવામાં આવે છે. ભારતમાં તેનો પ્રવેશ સ્પેનિશ લોકો દ્વારા સોળમી શતાબ્દી દરમિયાન થયો હોવાનું કહેવાય છે. જામફળ ગુણમાં ઠંડા હોય છે અને સ્વાદમાં મીઠા અને થોડા ખાટા હોય છે. આ સાથે, તેઓ ત્રણ દોષોને સંતુલિત કરે છે – વાત, પિત્ત અને કફ. જામફળ ડાયેટરી ફાઈબર વિટામિન એ, સી, ફોલિક એસિડ, મિનરલ્સ, પોટેશિયમ, કોપર, મેન્ગેનીઝથી ભરપૂર હોય છે. જામફળમાં કેરોનાયડસ અને પોલીફેનોલ્સ બન્ને હોય છે, જે તેને એન્ટી -એજિંગ અને એન્ટી-કૅન્સર ગુણની સાથે ત્વચા અને વાળ માટે સૌથી સારું બનાવે છે. તેનું માત્ર ફળ જ નહીં, તેની છાલ અને તેના પાંદડા પણ ગુણકારી હોય છે. તે ઉપરાંત સફેદ જામફળ અને ગુલાબી જામફળની અંદર મળતા પોષક તત્ત્વો સમાન હોય છે. પણ હા, આ બંનેના રંગ અને સ્વાદમાં ફરક છે!
તેનાં ફળો અંડાકાર આકારના હળવા લીલા અથવા પીળા હોય છે અને તેમાં ખાદ્ય બીજ હોય છે. વધુમાં, જામફળના પાનનો ઉપયોગ હર્બલ ચા તરીકે અને પાંદડાના અર્કનો પૂરક તરીકે ઉપયોગ થાય છે. ચાલો, જાણીએ જામફળ અને તેના પાંદડાંના સ્વાસ્થ્યવર્ધક લાભો.
૧. બ્લડ સુગરના લેવલને ઓછું કરવામાં મદદ
કરે છે.
જામફળનો અર્ક ડાયાબિટીસ અથવા તેનું જોખમ ધરાવતા લોકોમાં બ્લડ સુગરનું નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે. કેટલાક પુરાવા સૂચવે છે કે જામફળ રક્તમાંની ખાંડ ને નિયંત્રિત કરી શકે છે. કેટલાક ટેસ્ટ-ટ્યૂબ અને પ્રાણીઓના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જામફળના પાંદડાના અર્કથી લોહીમાં શર્કરાનું સ્તર, લાંબા ગાળાના બ્લડ સુગર નિયંત્રણ અને ઇન્સ્યુલિન પ્રતિકારમાં સુધારો થાય છે. ડાયાબિટીસ અથવા તેનું જોખમ ધરાવતા લોકો માટે આ સારા સમાચાર છે.
ઓગણીસ લોકો પરના એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે જામફળની ચા પીવાથી જમ્યા પછી બ્લડ સુગરનું પ્રમાણ ઘટે છે. અન્ય એક અભ્યાસમાં ટાઇપ ૨ ડાયાબિટીસ ધરાવતા ૨૦ લોકોમાં જામફળના પાંદડાની ચા પીવાથી જમ્યા પછી લોહીમાં શર્કરાના સ્તરમાં ૧૦% થી વધુ ઘટાડો નોંધાયો હતો.
૨. હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
જામફળ ઘણી રીતે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. ઘણા વૈજ્ઞાનિકો માને છે કે જામફળનાં પાંદડામાં એન્ટીઑક્સિડન્ટો અને વિટામિન્સનું ઉચ્ચ સ્તર તમારા હૃદય માટે લાભદાયક છે. જામફળમાં પોટેશિયમ અને દ્રાવ્ય ફાઇબરનું ઉચ્ચ સ્તર પણ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં ફાળો આપે છે.
જામફળના પાનનો અર્ક લો બ્લડ પ્રેશર, “ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલમાં ઘટાડો અને “સારા એચડીએલ કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. હાઈ બ્લડ પ્રેશર અને એલડીએલ કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર હૃદય રોગ અને સ્ટ્રોકના ઊંચાં જોખમો સાથે સંકળાયેલું હોવાથી, જામફળના પાનનો અર્ક લેવાથી ઘણો લાભ થઈ શકે છે.
૧૨૦ લોકો પર ૧૨-અઠવાડિયાના અભ્યાસમાં જાણવા મળ્યું કે ભોજન પહેલાં પાકેલા જામફળ ખાવાથી બ્લડ પ્રેશરમાં એકંદરે ૮-૯ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, કુલ કોલેસ્ટ્રોલમાં ૯.૯% નો ઘટાડો અને “સારા એચડીએલ કોલેસ્ટ્રોલમાં ૮% નો વધારો નોંધાયો હતો. આવી જ અસર અન્ય કેટલાક અભ્યાસોમાં જોવા
મળી છે
૩. માસિક સ્રાવનાં પીડાદાયક લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે
ઘણી સ્ત્રીઓ ‘ડિસમેનોરિયા’ અનુભવે છે. માસિક સ્રાવના ગાળામાં પીડાદાયક લક્ષણોને ડિસમેનોરિયા કહેવાય છે. જેમ કે પેટમાં ખેંચાણ, થાક, નબળાઈ, માથાનો દુખાવો વગેરે. જો કે, એવા કેટલાક પુરાવા છે કે જામફળના પાનનો અર્ક માસિક ખેંચની પીડાની તીવ્રતા ઘટાડી શકે છે.
પીડાદાયક લક્ષણોનો અનુભવ કરતી ૧૯૭ સ્ત્રીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ ૬ મિલિગ્રામ જામફળના પાનનો અર્ક લેવાથી પીડાની તીવ્રતામાં ઘટાડો થાય છે. તે કેટલાક પેઇનકિલર્સ કરતાં પણ વધુ શક્તિશાળી હોવાનું જણાયું હતું. જામફળના પાનનો અર્ક ગર્ભાશયના ખેંચાણને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
૪. તમારા પાચનતંત્રને ફાયદો થઈ શકે છે
જામફળ એ ડાયેટરી ફાઈબરનો ઉત્તમ સ્રોત છે. તેથી, વધુ જામફળ ખાવાથી સ્વસ્થ આંતરડાની ગતિમાં મદદ મળી શકે છે અને કબજિયાત અટકાવી શકાય છે. માત્ર એક જામફળ તમારી દૈનિક ફાઈબરની જરૂરિયાત ૧૨% પૂરી કરી શકે છે. વધુમાં, જામફળના પાનનો અર્ક પાચનને લાભ આપી શકે છે. અભ્યાસો સૂચવે છે કે તે ઝાડાની તીવ્રતા અને અવધિ ઘટાડી શકે છે
કેટલાક અભ્યાસોએ એ પણ દર્શાવ્યું છે કે જામફળના પાનનો અર્ક એન્ટિમાઈક્રોબાયલ છે. આનો અર્થ એ થાય છે કે તે તમારા આંતરડામાં જુલાબનું કારણ એવા હાનિકારક સૂક્ષ્મજીવાણુઓનો નાશ કરી શકે છે.
૫. વજન ઘટાડવામાં મદદ કરી શકે છે
જામફળ વજન ઘટાડવા માટે અનુકૂળ ખોરાક છે. એક ફળમાં માત્ર ૩૭ કેલરી અને તમને ડૉક્ટર દ્વારા ભલામણ કરેલ દૈનિક ફાઇબરના સેવનના ૧૨% સાથે, તે ભરપૂર, ઓછી કેલરીવાળો નાસ્તો છે.
કેટલાક અન્ય લો-કેલરી નાસ્તાથી વિપરીત, તે વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર છે – જેથી તમે મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વો ગુમાવતા નથી.તે તમને પેટ ભરેલું અનુભવવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. (ક્રમશ:)ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular