બેદરકાર કોલેજો સામે GTUની કાર્યવાહી: 4 ડિપ્લોમા-5 ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજોને નો-એડમીશન ઝોનમાં મૂકાઈ, 38ની બેઠકોમાં ઘટાડાઈ

આપણું ગુજરાત

Ahmedabad: અપૂરતા શિક્ષકો અને અપૂરતી વ્યવસ્થા ધરાવતી ડીગ્રી અને ડીપ્લોમાં એન્જિનીયરીંગ કોલેજો સામે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) એ પગલા લેવાનું શરુ કર્યું છે. લેબોરેટરીથી માંડીને અધ્યાપકો, પ્રિન્સિપાલ અને સ્ટાફની અછત ધરાવતી કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 4 ડિપ્લોમાં અને 5 ડિગ્રી એન્જિનિયરીંગ સહિત કુલ 9 કોલેજોને નો-એડમીશન ઝોનમાં મૂકાઈ છે. જ્યારે 38 કોલેજની વિવિધ વિદ્યાશાખાની 4775 બેઠકનો ઘટાડો કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષો થી ગુજરાતમાં ઠેર ઠેર એન્જીનીયરીંગ કોલેજો ખુલી છે જેમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવી કોલેજોમાં આપતા શિક્ષણની ગુણવતા પર અવાર નવાર સવાલો ઉઠતા રહે છે. જેને લઈને જીટીયુ દ્વારા સંલગ્ન 435 કૉલેજો પાસેથી ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર મંગાવવામાં આવ્યું હતું. જેની ચકાસણી બાદ 280 સંલગ્ન કોલેજમાં શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી 38 કોલેજમાં ફેકલ્ટીઝ અને લેબોરેટરીઝની ઉણપ અને કેટલીક સંસ્થામાં છેલ્લા 3 વર્ષથી ડાયરેક્ટર કે પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું હતું.
જેની સામે કાર્યવાહી કરતા ડિપ્લોમાં એન્જિનિયરીંગની 4 અને ડિગ્રી એન્જિનિયરીંગની 5 કૉલેજો મળીને કુલ 9 કૉલેજોને જીટીયુ દ્વારા નો-એડમીશન ઝોનમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત 38 કોલેજની વિવિધ શાખાઓની બેઠકોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાંથી ડિગ્રી એન્જિનિયરીંગની 15 કોલેજની 1295 બેઠકો , ડિપ્લોમાં એન્જિનિયરીંગની 18 કોલેજમાં 3300, ફાર્મસીની 1 કૉલેજની 60 બેઠકો તથા એમબીએ અને એમસીએની અનુક્રમે 3 અને 1 કોલેજની કુલ 60 , 60 બેઠકોનો ધટાડો કરવામાં આવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.