Homeસ્પોર્ટસIPL 2023MI Vs GT: રોહિત શર્માની મુંબઈ પલ્ટનને હરાવવી કેમ મોટો પડકાર છે?

MI Vs GT: રોહિત શર્માની મુંબઈ પલ્ટનને હરાવવી કેમ મોટો પડકાર છે?

આ આંકડા જોઇ લો

IPL 2023 ની બીજી ક્વોલિફાયર મેચ આજે થવા જઈ રહી છે જેમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો એકબીજા સાથે ટકરાશે. આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હશે કારણ કે વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે અને તેનો સામનો એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે.

આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બંનેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આવી સ્થિતિમાં, હાર્દિક પંડ્યાના ગુજરાત માટે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સને હરાવવું સરળ નથી.

આજે મહત્વની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનની આ બીજી ક્વોલિફાયર મેચ હશે જેમાં હારનાર ટીમની સફર અહીં સમાપ્ત થશે. મેચ 26 મેના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

હાર્દિક પંડ્યાના ગુજરાતે ગયા વર્ષે ટાઈટલ જીત્યું છે અને આ વર્ષે પણ તેનો ઈરાદો કાચો નથી. આ સિઝનમાં તે શરૂઆતથી જ સારું પ્રદર્શન કરી રહી છે અને તેના કારણે જ ગુજરાતની ટીમ પ્લેઓફમાં પ્રથમ સ્થાને પહોંચી હતી. ગુજરાત ટાઇટન્સે 14માંથી 10 મેચ જીતી છે અને તે ટેબલમાં ટોચ પર છે.

જોકે, ટીમને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને પ્રથમ ક્વોલિફાયર મેચમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા અને ટીમને ફાઇનલમાં પહોંચવા માટે સખત મહેનત કરવી પડશે.

હવે વાત કરીએ મુંબઈ ઈન્ડિયન્સના પ્રદર્શનની તો તેણે લીગમાં 8 મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી છે. તેઓ એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને બીજા ક્વોલિફાયરમાં પહોંચી ગયા છે અને ગુજરાત ટાઇટન્સને હરાવીને જ ફાઇનલમાં પહોંચી શકશે.

હવે ગુજરાત અને મુંબઈ વચ્ચેનો રેકોર્ડ જોઈએ તો ટૂર્નામેન્ટના ઈતિહાસમાં બંને ટીમો 3 વખત આમને-સામને આવી ચુકી છે, જેમાં મુંબઈ બે વખત અને ગુજરાતે એક મેચ જીતી છે.

આ સીઝનની વાત કરીએ તો બંને એક જ પગથિયાં પર છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી, જેમાં પ્રથમ મેચમાં ગુજરાતે જીત મેળવી હતી અને બીજી મેચમાં પણ મુંબઈએ જોરદાર વળતો પ્રહાર કરતા મેચ જીતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -