આજથી GSTના દરમાં ફેરફાર, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ?

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

GST કાઉન્સિલે સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ પર ટેક્સ રેટ વધારવાનો નિર્ણય લીધો છે, જેને કારણે સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો બોૌજ વધી ગયો છે. GST કાઉન્સિલની બેઠક બાદ સરકારે ઘણા ઉત્પાદનો અને સેવાઓ પર ટેક્સના દરમાં ફેરફાર કર્યો છે, જેના કારણે આજથી તમારે ઘણી વસ્તુઓ પર વધુ GST ચૂકવવો પડશે. જીએસટીના નવા દરો આજથી લાગુ થઇ ગયા છે. આ વિશે તમારે જાણવું જ જોઇએ કારણ કે એની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે.
આજથી, પેકેજ્ડ પ્રોડક્ટ્સ પર 18 ટકાના દરે GST વસૂલવામાં આવશે, જેના પર અગાઉ ફક્ત 5 ટકાના દરે ટેક્સ લાગતો હતો. આ સિવાય નાળિયેર પાણી પર 12 ટકા અને ફૂટવેરના કાચા માલ પર 12 ટકા જીએસટીના નવા દરો લાગુ થશે.
માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, સૂકા સોયાબીન, વટાણા, ઘઉં અને અન્ય અનાજ જેવા ઉત્પાદનો અને પફ્ડ ચોખા પર હવે પાંચ ટકા GST લાગશે. અત્યાર સુધી આ વસ્તુઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
એટલાસ સહિતના નકશા અને ચાર્ટ પર 12 ટકા ફી લાગશે. આ સિવાય અનપેક્ડ, લેબલ વગરના અને બ્રાન્ડ વગરના સામાનને GSTમાંથી મુક્તિ મળશે.
આ ઉપરાંત 1000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછી કિંમતની હોટેલ રૂમ પર 12 ટકા ટેક્સ લાગશે. હાલમાં તે મુક્તિની શ્રેણીમાં આવે છે. આ સિવાય 5,000 રૂપિયા પ્રતિ દિવસ (ICU સિવાય) હોસ્પિટલના રૂમના ભાડા પર 5 ટકા GST વસૂલવામાં આવશે. સોલાર વોટર હીટર પર હવે 12 ટકા જીએસટી લાગશે જે અગાઉ 5 ટકા હતો. આ ઉપરાંત, ‘પ્રિન્ટિંગ/ડ્રોઈંગ ઈંક’, શાર્પ નાઈફ, પેપર-કટીંગ નાઈફ અને ‘પેન્સિલ શાર્પનર’, LED લેમ્પ્સ, ડ્રોઈંગ અને માર્કિંગ માટે વપરાતી પ્રોડક્ટ્સ પર 18 ટકાના દરે ટેક્સ લાગશે.
રોડ, બ્રિજ, રેલ્વે, મેટ્રો, વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્મશાનગૃહ માટેના વર્ક કોન્ટ્રાક્ટ પર હવે 18 ટકા જીએસટી લાગશે, જે અત્યાર સુધી 12 ટકા હતો. જોકે, રોપવે અને ચોક્કસ સર્જીકલ સાધનો, માલસામાન અને મુસાફરોના પરિવહન પરના ટેક્સનો દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે, જે અગાઉ 12 ટકા હતો. ઇંધણ ખર્ચ સહિત માલસામાનના પરિવહન માટે વપરાતા ટ્રક, વાહનો પર હવે 12 ટકા જીએસટી લાગશે જે હાલમાં 18 ટકા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.