(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: રણપ્રદેશ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ શહેરમાં શ્રમિકો પાસેથી તેમના ઓળખપત્રો પડાવીને બોગસ પેઢી ઊભી કરી કરોડો રૂપિયાના ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ની કરવામાં આવતી ચોરીના કૌભાંડ પરથી પરદો ઊંચકાતાં કચ્છ સહિત બૃહદ કચ્છના વેપારી આલમમાં ભારે ચકચાર ફેલાઈ છે. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ જી.એસ.ટી ઇન્ટેલિજન્સ, ગાંધીધામના પ્રાદેશિક એકમ અને અમદાવાદ ઝોનલની અત્યાર સુધીની તપાસમાં ભરવા પાત્ર કરની રકમ ૧૧૪ કરોડ સહિત ૮૦૨ કરોડના નકલી આઇટીસી કેસમાં ૬૮ જેટલા જી.એસ.ટી નંબરો અને બાર જેટલા પાન કાર્ડ ધારકોની ઓળખ થઈ છે, તો આ મામલે ભાવનગરથી બે શખસ પાસેથી રોકડા ૪૦ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જી.એસ.ટી કરની ચોરી કરવા કેટલીક કંપનીઓ કામદારોના પાન નંબરો મેળવી લઇ તેની નોંધણી કરાવ્યા બાદ ભેજાંબાજો સમગ્ર ભારતમાં ફરજી કંપનીઓ બનાવી અલગ-અલગ પાનકાર્ડનો ઉપયોગ કરીને રજિસ્ટર કરી રહ્યા છે. એટલું જ નહીં હેન્ડલર્સ સ્થાન છુપાવવા માટે પ્રોક્સી સર્વર, એમેઝોન વેબ સેવાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આ અગાઉ ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં પણ આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી આચરવામાં આવેલા જીએસટી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં પણ ગરીબ શ્રમજીવીઓ પાસેથી તેમના આઈડી પ્રૂફ પડાવીને જનધન યોજનામાં બેન્ક એકાઉન્ટ ખોલાવવાના નામે બોગસ પેઢીઓ ઊભી કરી કરોડો રૂપિયાના જીએસટીની કરચોરી કરવામાં આવી હતી. મામલાની જાણ પોલીસને થતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને પુણા પોલીસે બે આરોપીની ધરપકડ પણ કરી હતી. ઉ
ગાંધીધામમાંથી કરોડોનું જી.એસ.ટી. ચોરી કૌભાંડ સામે આવ્યું: બે શખસની ભાવનગરથી ધરપકડ
RELATED ARTICLES