GST વધારાનો નિર્ણય લીધા બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે કઠોળ, ઘઉં અને લોટના લૂઝ વેચાણ પર જીએસટી લાગશે નહીં. હાલમાં જ પ્રીપેકેજ્ડ અનાજ, કઠોળ, લોટ, છાશ અને દહીં પનીર પર 5 ટકા જીએસટી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા આ વસ્તુઓ જીએસટીની બહાર હતી.
તાજેતરમાં ચંદીગઢમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણી ચીજો પર જીએસટી લાદવાનો નિર્ણય લેવાયો હતો અને આ નવા દર 18 જુલાઈથી લાગુ થયા છે, જેના કારણે તેમના લૂઝ વેચાણ પર પણ જીએસટી લાગશે કે નહીં તે અંગે ગ્રાહકો અને વેપારીવર્ગમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.
Recently, the GST Council in its 47th meeting recommended to reconsider the approach for imposition of GST on specified food items like pulses, cereals, flour, etc. There have been a lot of misconceptions about this that have been spread. Here is a thread to lay the facts: (1/14)
— Nirmala Sitharaman (@nsitharaman) July 19, 2022
જોકે, આ અંગે સરકારે સ્પષ્ટતા આપી હતી કે લૂઝ વેચાણ પર જીએસટી લાગશે નહીં. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણે ટ્વવીટ કરીને જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલે ઘઉં, લોટ, ચોખા સહિત ઘણી વસ્તુઓના લૂઝ વેચાણ પર જીએસટી લાદવામાં આવશે નહીં, તેમાં દાળ, ઘઉં, રાઈ, જવ, મકાઈ, ચોખા, લોટ, સોજી, બેસન, દહીં અને લસ્સીનો સમાવેશ થાય છે. જોકે તેને પ્રિપેક્ડ કે લેબલેડ તરીકે વેચવામાં આવે તો પાંચ ટકા જીએસટી લાગશે.
સીતારમણે કહ્યું કે, દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલીવાર ખાવાની વસ્તુઓ પર ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ વાત સાચી નથી. જીએસટી લાગુ થયો ત્યારે બ્રાન્ડેડ અનાજ, કઠોળ અને લોટ પર પાંચ ટકા જીએસટી લાદવામાં આવ્યો હતો. બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને માત્ર રજિસ્ટર્ડ બ્રાન્ડ પર જ જીએસટી દર લાદવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયનો ઘણી બ્રાન્ડ્સે તેનો દુરૂપયોગ કર્યો હતો. આથી જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં આ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ લેબલવાળા અને પ્રીપેક્ડ ફૂડના વેચાણ પર જીએસટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.