સોનું અને કીમતી રત્નો માટે ઈ-વૅ બિલ ફરજિયાત બનાવવા જીએસટી કાઉન્સિલની વિચારણા

વેપાર વાણિજ્ય

નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલ તેની આગામી બેઠકમાં રૂ. બે લાખ સુધીના મૂલ્યનાં સોના અને કીમતી રત્નોની આંતરરાજ્યમાં થતી હેરફેર માટે ઈ-વૅ બિલ અને અમુક બીટૂબી ધોરણે થતાં વહીવટ માટે ઈ-વૅ ઈન્વોઈસિંગ ફરજિયાત બનાવવાની વિચારણા કરે તેવી શક્યતા છે. કાઉન્સિલની આગામી ૨૮-૨૯ જૂન મહિનાની બેઠકમાં સોના અને કીમતી રત્નોની હેરફેર માટે ઈ-વૅ બિલ ફરજિયાત બનાવવાનાં રાજ્યનાં નાણાં પ્રધાનોની પેનલના અહેવાલ પર વિચારણા કરે તેવી શક્યતા છે. વધુમાં પેનલે વર્ષે સરેરાશ રૂ. ૨૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર અને સોના તથા કીંમતી રત્નોનો પુરવઠો પૂરો પાડતા કરદાતાઓનાં બીટૂબી ટ્રાન્ઝેક્શન માટે ઈ-વૅ ઈન્વોઈસિંગ ફરજિયાત બનાવવા અંગે પણ વિચારણા કરશે. આ ઉપરાંત ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ (જીઓએમ)એ ભલામણ કરી હતી કે જીએસટી નેટવર્ક, નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર (એનઆઈસી) સાથે સલાહ મસલત કરીને સોના અને કીમતી રત્નોનાં ઈ-વૅ બિલ માટેની મોડાલિટી તથા તેના અમલીકરણની સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવે. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સના અહેવાલ અનુસાર રાજ્યોની અંતર્ગત હેરફેર થતાં સોના અને કીંમતી રત્નોના ઈ-વૅ બિલ માટેની લઘુત્તમ મર્યાદા રૂ. બે લાખ અથવા તેથી વધુની રાખવામાં આવશે. હાલમાં બીટૂબી ધોરણે થતાં વહીવટમાં ઈ-ઈન્વોઈસ જનરેટ કરવા માટે બિઝનૅસ ટર્નઓવરની મર્યાદા રૂ. ૫૦ કરોડની છે. જોકે, આ માટેની શરતો સોના અને કીમતી રત્નો માટે લાગુ નથી પડતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.