Homeદેશ વિદેશમાર્ચમાં જીએસટી કલેક્શન ₹ ૧.૬૦ લાખ કરોડ

માર્ચમાં જીએસટી કલેક્શન ₹ ૧.૬૦ લાખ કરોડ

વર્ષ ૨૦૨૨-૨૦૨૩નું કલેક્શન ૧૮.૧૦ લાખ કરોડ રૂપિયા

નવી દિલ્હી: શુક્રવારે પૂરા થયેલા માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન ગયા વર્ષના માર્ચ મહિનાના જીએસટી કલેક્શનની સરખામણીમાં ૧૩ ટકા વૃદ્ધિ સાથે ૧.૬૦ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું. જીએસટીની શરૂઆતથી અત્યાર સુધીના મન્થલી કલેક્શન્સમાં આ રકમ સેક્ધડ હાઈએસ્ટ છે. વર્ષ ૨૦૨૩ના માર્ચ મહિનામાં રિટર્ન ફાઇલિંગ અત્યાર સુધીમાં સૌથી વધારે નોંધાયું છે.
નાણાં મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ ૨૦૨૩ના માર્ચ મહિનામાં જીએસટી દ્વારા મહેસૂલી આવક ૧,૬૦,૧૨૨ રૂપિયા થઈ હતી. તેમાં સેન્ટ્રલ જીએસટીના ૨૯,૫૪૬ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટીના ૩૭,૩૧૪ કરોડ રૂપિયા અને ઇન્ટીગ્રેટેડ જીએસટીના ૮૨,૯૦૭ કરોડ રૂપિયા (માલસામાનની આયાત દ્વારા ૪૨,૫૦૩ કરોડ રૂપિયાની આવક સહિત) તેમ જ સેસ (ઉપકર)ના ૧૦,૩૫૫ કરોડ રૂપિયાનો સમાવેશ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ના કુલ કલેક્શનનો આંકડો આગલા નાણાકીય વર્ષના કલેક્શનથી બાવીસ ટકાની વૃદ્ધિ સાથે ૧૮.૧૦ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. આખા નાણાકીય વર્ષનું એવરેજ ગ્રોસ મન્થલી કલેક્શન ૧.૫૧ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. જીએસટીના આરંભથી અત્યાર સુધીમાં મન્થલી કલેક્શનમાં માર્ચનું કલેક્શન સેક્ધડ હાઈએસ્ટ હતું.
ગ્રોસ જીએસટી કલેક્શન દોઢ લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરે એવું વિદાય લેતા નાણાકીય વર્ષમાં ચોથી વખત બન્યું છે. ગયા મહિને અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન નોંધાયું હતું. ગયા વર્ષના એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન ૧.૬૮ લાખ કરોડ રૂપિયાના વિક્રમરૂપ આંક પર પહોંચ્યું હતું. વર્ષ ૨૦૨૩ના માર્ચ મહિનાની જીએસટીની મહેસૂલી આવક વર્ષ ૨૦૨૨ના માર્ચ મહિનાની જીએસટીની આવકની તુલનામાં ૧૩ ટકા વધારે છે.
ગયા વર્ષના માર્ચ મહિનાના આંકડા જોડે આ વર્ષના માર્ચ મહિનાની આવકની સરખામણીમાં આ વર્ષના માર્ચમાં માલસામાનની આયાત દ્વારા મહેસૂલી આવક ૮ ટકા અને ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન્સ (ઇમ્પોર્ટ ઑફ સર્વિસિસ સહિત) ૧૪ ટકા વધારે નોંધાયા છે. રિટર્ન ફાઇલિંગ અત્યાર સુધીમાં સૌથી વધારે ગયા માર્ચમાં નોંધાયું છે. રિટર્ન ફાઇલિંગ સ્ટેટમેન્ટ ઑફ ઇન્વોઇસિસ (જીએસટીઆર-૧)થી ૯૩.૨ ટકા અને ફેબ્રુઆરીના રિટર્ન્સ (જીએસટીઆર-થ્રીબી)ના ૯૧.૪ ટકા નોંધાયા છે. રિટર્ન ફાઇલિંગ ગયા વર્ષના માર્ચ મહિનામાં સ્ટેટમેન્ટ ઑફ ઇન્વોઇસિસ (જીએસટીઆર-૧)થી ૮૩.૧ ટકા અને ફેબ્રુઆરીના રિટર્ન્સ (જીએસટીઆર-થ્રીબી)ના ૮૪.૭ ટકા નોંધાયા હતા. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -