ટિકિટ કેન્સલ કર્યા બાદ જીએસટી ચાર્જ આપવો પડશે? રેલવેએ કરી સ્પષ્ટતા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશમાં રેલવેની મદદથી દરરોજ લાખો લોકો એક જગ્યાએથી પ્રવાસ કરીને બીજી જગ્યાએ પહોંચે છે. તહેવાર દરમિયાન ટ્રેનોમાં ટિકિટ મળવી ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે, જેને કારણે પ્રવાસીઓને અગાઉ જ ટિકિટ બુક કરાવી લે છે, જે કોઈ કારણોસર કેન્સલ કરવી પડે છે. ટિકિટ કેન્સલેશન અને તેના પર લાગનારા જીએસટી ચાર્જ અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ તમામ અફવાઓ પર સ્પષ્ટતા આપીને રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે, ટિકિટ કેન્સલ કરવા પર ફક્ત એસી અને પ્રથમ શ્રેણીના પ્રવાસીઓને જીએસટી ચાર્જ આપવો પડશે. આ ચાર્જ નાણા મંત્રાલ દ્વારા વસૂલવામાં આવે છે. નિયમો અને જોગલાઈઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

નોંધનીય છે કે ત્રીજી ઓગસ્ટના દિવસે નાણા મંત્રાલયની ટેક્સ રિસર્ચ યુનિટ દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે, બુકિંગ ટિકિટ એક કોન્ટ્રાક્ટ છે, જે અંતર્ગત સર્વિસ પ્રોવાઈડર (આઈઆરસીટીસી/ઈન્ડિયન રેલવે) દ્વારા કસ્ટમરને સર્વિસ આપવામાં આવે છે. આ નોટિફિકેશન અનુસાર ફર્ટ ક્લાસ અથવા કોઈ પણ એસી કોચની ટિકિટ કેન્સલ કરવા પર પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવે છે. આ ટિકિટ બુક કરાવતી વખતે લાગનારા જીએસટી ચાર્જ છે.

દાખલા તરીકે ફર્ટ ક્લાસ અથવા એસી કોચ માટે કેન્સિલેશન ફી 240 રૂપિયા છે અને બુકિંગ દરમિયાન પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવે છે. કેન્સલેશન સમયે કુલ રકમમાંથી 252 રૂપિયા કાપીને પ્રવાસીને બાકીના પૈસા પાછા આપવામાં આવે છે. આ નિયમ સેકન્સ ક્લાસ અને સ્લીપર કોચ માટે લાગુ થતો નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.