ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા છે. એવામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે(GSHSEB) જાહેરાત કરી છે કે ધો.10નું પરિણામ 25મી મેના રોજ ગુરૂવારે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ગુરૂવારે સવારે આઠ વ્યગ્યાથી ગુજરાત શિક્ષણ બોર્ડનીની વેબસાઇટ www.gseb.org પર પરીક્ષાર્થીઓ પોતાનો સીટ નંબર દાખલ કરીને પરિણામ જોઇ શકાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નં.63573 00971 પર સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવી શકશે.
નોંધનીય છે કે GSHEB દ્વારા 14 માર્ચથી 29 માર્ચ દરમિયાન ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી. સામાન્ય રીતે પરિણામ મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં પરિણામ જાહેર થઇ જતું હોય છે, પરંતુ આ વખતે પરિણામમાં મોડું થતા પરીક્ષાર્થીઓ અધીરા બન્યા હતા.
નોંધનીય છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે. જ્યારે હજી ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ધો.10ના પરિણામ પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહનની પરિણામ આવી જતું હોય છે, પરંતુ આ વર્ષે કોઈ કારણોસર મોડું થઇ રહ્યું છે.