રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી સામાન્ય નાગરિકો ત્રસ્ત થઇ ગયા છે, એવામાં સિંગતેલના વધી રહેલા ભાવ લોકોના રસોડાનું બજેટ ખોરવી રહ્યા છે. ગઈકાલ બાદ આજે સિંગતેલના ભાવમાં આજે ફરી રૂ.50નો વધારો થયો છે. આમ સિંગતેલના ભાવમાં માત્ર 2 દિવસમાં 100 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 2870 રૂપિયાએ પહોંચી ગયો છે. કપાસના તેલમાં પણ 15 રૂપિયાનો વધારો થયો છે.
માર્કેટ યાર્ડમાં મગફળીની મબલક આવક,છતાં સિંગતેલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી ચીનમાં સીંગતેલની માગ વધતા આ ભાવ વધારો થયો હોવાનું તજજ્ઞોનું કહેવું છે. સતત બીજા દિવસે સીંગતેલના ડબ્બામાં રૂ.50 રૂપિયાનો વધારો કરાયો છે. માત્ર 2 દિવસમાં સીંગતેલમાં ડબ્બામાં 100 રૂપિયાનો ભાવ વધારો થયો છે. છેલ્લા 3 દિવસમાં 15 કિલોના ડબ્બામાં 140 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.2820 થી વધીને રૂ.2870 સુધી પહોંચ્યો.
બજારના જાણકારોના માટે સીંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ આવનાર દિવસોમાં રૂ.3,000 ને પાર જઈ શકે છે.