૨૦૧ વર્ષની ઐતિહાસિક સિદ્ધિ નિમિત્તે આજે ‘મુંબઈ સમાચાર’માં કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ
કેન્દ્રના સંચાર ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન દેવુસિંહ ચૌહાણ શુક્રવારે મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની આ મુંબઈ મુલાકાત દરમિયાન તેઓ મુંબઈ સમાચાર દૈનિકની મુલાકાતે આવશે. ૨૦૧ વર્ષ સુધી અખંડિત પ્રકાશિત થવાનો ઈતિહાસ રચનારું મુંબઈ સમાચાર દૈનિક એશિયાનું સૌથી જૂનું અખબાર છે. આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવા માટે વ્યક્તિગત રીતે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ શુક્રવારે સાંજે પાંચ વાગ્યે મુંબઈ સમાચારના રેડ હાઉસ, હોર્નિમન સર્કલ, ફોર્ટ ખાતેના મુખ્યાલયે પધારશે. પોતાની મુંબઈ મુલાકાત દરમિયાન તેઓ સાંજે સાત વાગ્યે ભારતીય વિદ્યાભવન ઓડિટોરિયમ-ચોપાટી ખાતે જાણીતા પત્રકાર-લેખક ઉમેશ મહેતાના પુસ્તક ‘મેન્યુફેક્ચરિંગ મની (થ્રુ મોદી મેજીક)’ પુસ્તકનું વિમોચન કરશે.