Homeદેશ વિદેશદોસ્ત બની દુશ્મન! બોયફ્રેન્ડ સાથે મળીને ફ્રેન્ડને મારી નાંખી, એસિડથી સળગાવ્યો ચહેરો

દોસ્ત બની દુશ્મન! બોયફ્રેન્ડ સાથે મળીને ફ્રેન્ડને મારી નાંખી, એસિડથી સળગાવ્યો ચહેરો

ગ્રેટર નોએડામાં કાળજું કંપાવનારી ઘટના બની છે, જ્યાં એક યુવતીએ તેના પ્રેમી સાથે મળીને પોતાની જ ફ્રેન્ડની હત્યા કરી નાંખી હતી. યુવતીએ ચાલાકીથી હત્યાને સુસાઈડ બનાવવાની કોશિશ કરી હતી. તેણે પોતાની સખીની હત્યા કર્યા બાદ પોતાના કપડાં પહેરાવ્યા અને ચહેરા પર એસિડ રેડી દીધું હતું. પોલીસને યુવતીના સુસાઈડની જાણ થયા બાદ જ્યારે ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે મૃતેદહની સાથે સુસાઈડ નોટ પણ મળી આવી હતી. સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારો ચહેરો બળી ગયો છે, હું આ બળેલા ચહેરા સાથે જીવવા માગતી નથી.
પોલીસે મામલાની તપાસ હાથ ધરી ત્યારે આરોપી પાયલ અને તેના પ્રેમી અજયની પુછપરછ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પાયલ અજય નામના યુવકથી લગ્ન કરવા માગતી હતી. પરિવાર તેને રોકે નહીં તે માટે પોતાને મૃત બતાવવાનું ષડયંત્ર બનાવ્યું, જેથી તેનો પરિવાર પાયલને મૃત માને અને તે આરામથી પોતાના પ્રેમી સાથે ભાગીને બીજી જગ્યાએ આરામથી રહી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular