ગુજરાતની વિધાનસભાની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકનું મતદાન પૂરું થયા બાદ તમામ બેઠકોના ઇવીએમને જે તે જિલ્લાના મુખ્ય સ્ટ્રોંગરૂમમાં રાજકીય પક્ષોની પ્રતિનિધિઓની હાજરીમાં સીલ કર્યા બાદ સ્ટ્રોંગ રૂમને પણ સીલ કરવામાં આવ્યા હતા. તમામ સ્ટ્રોંગ રૂમની બહાર પેરા મિલિટરી ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. હવે ૮મી ડિસેમ્બરે મત ગણતરીના દિવસે મતગણતરી કેન્દ્ર પર ઇવીએમ લઇ જવામાં આવશે. (તસવીર: પ્રવીણ સેદાણી)