Homeઆપણું ગુજરાતવડોદરા ક્રિકેટ સ્ટેડિયમનું ઘાસ લાખેણુઃ પાણીની પાઈપલાઈન માટે કેટલા ખર્ચ્યા જાણો છો

વડોદરા ક્રિકેટ સ્ટેડિયમનું ઘાસ લાખેણુઃ પાણીની પાઈપલાઈન માટે કેટલા ખર્ચ્યા જાણો છો

ક્રિકેટ મેચ રમવા માટેના સ્ટેડિયમ તો દુનિયાભરમાં છે  અને ભારતમાં પણ છે, પરંતુ વડોદારાના સ્ટેડિયમની વાત કંઈક ઔર છે કારણ કે અહીં લાખેણું ઘાસ ઉગાડવામાં આવશે. લાખેણું ઘાસ કેવું હોય તેવા વિચારમાં તમે પડી ગયા હોવ તો દિમાગને વધારે કસરત કરાવશો નહીં કારણ કે આ ઘાસ તો ઘાસ જેવું જ છે, પરંતુ તેની પાછળ બરોડા ક્રિકેટ એસોસિયેશને લાખોનો ખર્ચ કરવો પડશે તેમ એક અખબારી અહેવાલ જણાવે છે. અહીં પાઈપલાઈન નાખવા માટે રૂ. 18 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે અને દર વર્ષે રૂ. 30 લાખનો ખર્ચ આ ઘાસને લીલું રાખવા પાણી પાછળ કરવો પડશે.
વડોદરાના ક્રિકેટ રસિયાઓને ટૂંક સમયમાં હાલોલ રોડ પર નવા બનેલા આંતરરાષ્ટ્રીય કોટંબી સ્ટેડીયમમાં ક્રિકટે મેચ જોવા મળશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ધોરણો પ્રમાણેના સ્ટેડીયમમાં ખેલાડીઓને મેચ રમવા મળશે પરંતુ બરોડા ક્રિકેટ એસોસિએશને તેની પાછળ ઘણો ખર્ચ કરવો પડશે.
રૂ.200 કરોડના ખર્ચે તૈયાર થતાં આ સ્ટેડીયમમાં લીલુ ઘાસ ઉગાડવા માટે જરૂર પડનાર પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થશે, તેમ જાણવા મળ્યું છે. બીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાણી મેળવવા માટે નર્મદા કેનાલથી સ્ટેડીયમ સુધી 18 કિલોમીટર લાંબી પાઇપ લાઇન નાંખવી પડશે. કેટલાક વર્ષો પહેલા કોટંબી ગામમાં સ્ટેડીયમ બનાવવા માટે જ્યારે જમીન ખરીદવામાં આવી ત્યારે ઉચ્ચ ગુણવત્તાનું ઘાસ ઉગાડવા માટે અત્રે ઉપલબ્ધ ભૂગર્ભ જળ ઓછું પડશે એવી બીસીએને ખબર નહોતી. આ વિસ્તારમાં આવેલા ઉદ્યોગોએ પણ પાણી ટેન્કરો પાસેથી ખરીદવું પડે છે.
તેમણે જણાવ્યું કે લાંબા ગાળે નર્મદા કેનાલમાંથી પાણી લેવું સસ્તું પડે તેમ હોવાથી અમે આ નિર્ણય લીધો. ચોમાસા સિવાય દરરોજ બે લાખ લીટર પાણીની જરૂર પડવાની હોવાથી પાઇપલાઇન નાંખવા માટે રૂ.18 કરોડનો ખર્ચ થશે અને પછી દર વર્ષે બીસીએ રૂ.30 લાખ પાણી પાછળ ખર્ચશે. કેમ્પસમાં કુલ 3 ક્રિકેટ મેદાનો બનશે જેમાંથી બે આંતરરાષ્ટ્રીય કક્ષાના હશે. 35 હજારથી વધુ લોકો ક્રિકેટ મેચ જોઇ શકશે. આ ઉપરાંત અત્રે જીમનેશિયમ અને ખેલાડીઓ માટે તાલીમ કેન્દ્ર પણ તૈયાર કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular