મુંબઈ: મુસ્લિમ મહિલા અને તેના પરિવારના આગોતરા (ધરપકડ પૂર્વેના) જામીન મંજૂર કરી બોમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેંચએ જણાવ્યું હતું કે યુવક અને યુવતી અલગ અલગ ધર્મના છે એટલે એ સંબંધને ‘લવ જિહાદ’ તરીકે ખપાવી ન દેવો જોઈએ. ન્યાયમૂર્તિ વિભા કંકણવાડી અને અભય વાઘવસેની ડિવિઝન બેન્ચ દ્વારા ૨૬ ફેબ્રુઆરીએ આપવામાં આવેલા આદેશમાં આરોપીઓના આગોતરા જામીન માન્ય રાખવામાં આવ્યા હતા. ઔરંગાબાદની સ્થાનિક અદાલતે તેમને રાહત નકારી હતી.
યુવતીના ભૂતપૂર્વ પ્રેમીએ એવો આક્ષેપ કર્યો હતો કે એ યુવતી અને તેના પરિવારે ઇસ્લામ અધર્મ અંગીકાર કરવા તેમજ સુન્નત કરાવવા તેને ફરજ પાડી હતી. યુવકના વકીલે યુવતી અને તેના પરિવારના સભ્યોની આગોતરા જામીન અરજીનો વિરોધ કરી આ કેસ ‘લવ જિહાદ’નો હોવાની દલીલ કરી હતી. હિન્દુ મહિલાને લલચાવી લગ્ન માટે ઇસ્લામ અંગીકાર કરવાની ફરજ પાડતા વિશાળ પાયે ચાલી રહેલા પુરાવા વગરના કાવતરા માટે જમણેરી હિન્દુવાદી સંસ્થાઓ ‘લવ જિહાદ’ શબ્દોનો ઉપયોગ કરે છે. આ કેસમાં તો આરોપી પુરુષ છે. હાઈ કોર્ટે લવ જિહાદની દલીલ અમાન્ય રાખી હતી અને એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ)માં યુવકે પોતે યુવતી સાથે રિલેશનશિપમાં હોવાનું સ્વીકાર્યું હતું અને કેટલીક તક હોવા છતાં રિલેશનશિપ તોડી નહોતી નાખી એ બાબત પર ધ્યાન દોર્યું હતું. ફરિયાદ પક્ષના કેસ અનુસાર યુવક અને યુવતી ૨૦૧૮થી રિલેશનશિપમાં હતા. યુવક અનુસૂચિત જાતિનો હતો પણ તેણે યુવતીથી આ વાત છુપાવી હતી.(પીટીઆઈ)ઉ
આગોતરા જામીન મંજૂર કરી હાઈ કોર્ટે ‘લવ જિહાદ’નો દાવો અમાન્ય રાખ્યો
RELATED ARTICLES