સિદ્ધિ હોય તો આવી! ભારતના ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને મળી મોટી જવાબદારી, જાણીને તમને પણ થશે ગર્વ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન અને ચેસના લેજન્ડ રહી ચૂકેલા ભારતના વિશ્વનાથન આનંદને મોટી જવાબદારી મળી છે. વિશ્વનાથન આનંદની ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશનના ડેપ્યુટી પ્રેસિડન્ટ પદે વરણી કરવામાં આવી છે. રશિયાના આર્કાડી ડ્વોર્કોવિકને ફિડેના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા.

પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન ભારતના ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ આર્કાડી ડ્વોર્કોવિકની ટીમનો ભાગ બન્યા છે. આર્કાડી ડ્વોર્કોવિક ફરી વાર પ્રેસિડન્ટ પદે ચૂંટાયા છે. તેમને તેમના હરીફ એન્ડ્રીની સામે 157 વોટ મળ્યાં હતા અને આ રીતે તેઓ પ્રેસિડન્ટ પદ ચૂંટાઈ આવ્યાં હતા.

44મી ચેસ ઓલિમ્પિયાડની સાથે સાથે ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશનની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રેસિડન્ટ અને વાઈસ પ્રેસિડન્ટ ચૂંટાયા હતા.

ઉલ્લેખનીય છે કે ચેસના ભારતના દિગગ્જ ખેલાડી વિશ્વનાથન આનંદ ઈન્ટરનેશનલ ચેસનું જાણીતું નામ છે. તેમણે ચેસમાં સંખ્યાબંધ ટાઈટલ અને એવોર્ડ જીત્યા છે. તેઓ મૂળ ચેન્નઈના છે જોકે તાજેતરમાં તેમની ચેસની રમત ઓછી કરી છે અને તેને બદલે કોચિંગ પર વધારે ધ્યાન આપવા લાગ્યા છે. ચેન્નઈમાં ચાલી રહેલી 44મી ચેસ ઓલિમ્પિયાડનો તેઓ ભાગ નથી પરંતુ તેઓ ભારતીય ખેલાડીઓને તાલીમ આપી રહ્યાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.