Homeઆપણું ગુજરાતપાલીતાણામાં જૈન સમાજનો આક્રોશ મહારેલી -ધર્મસભામાં 25,000 લોકો જોડાયા

પાલીતાણામાં જૈન સમાજનો આક્રોશ મહારેલી -ધર્મસભામાં 25,000 લોકો જોડાયા

શેત્રુંજય પર્વત પર તોડફોડ કરનારા તત્વો સામે કડક ભરવા માંગણી

જૈન તીર્થધામ પાલીતાણા ખાતે જૈન સમાજ દ્વારા મહારેલી અને ધર્મસભા યોજાઈ હતી .જેમાં  25000 જેટલા લોકો જોડાયા હતા. શેત્રુંજય પર્વત ઉપર તોડફોડ કરનારા તત્વો સામે કડક ભરવાની માંગણી સાથે સમગ્ર જૈન સમાજ દ્વારા મૌન વિરોધ કરવામાં આવ્યો છે.

જૈન સમાજ દ્વારા યોજાયેલ મહારેલીમાં જૈન સમાજના લોકો બહારગામથી મોટી સંખ્યામાં આવેલ હતા જેમાં ચેન્નઇ, બેંગલોર, મુંબઇ, સુરત, અમદાવાદ, ભાવનગરથી ભાવિકો ઉમટી પડ્યા હતા . આ બનાવ અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ જેમાં શેત્રુંજય મહાતીર્થ રક્ષા સમિતિ અમદાવાદ પ્રવકતા અભયભાઇ શાહ એડવોકેટ અને અમદાવાદ જૈન સંઘના મહામંત્રી પ્રણવ.કે.શાહ પત્રકારોને જણાવેલ કે શત્રુંજય મહાતીર્થ ઉપર આતંક મચાવનારા તત્વો સામે તાત્કાલીક પગલા ભરવા જોઇએ ચોક્કસ લોકો વર્ગ વિર્ગહ ઉભો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે.

પાલીતાણા ખાતે મળેલ ધર્મ સભામાં 20 થી 25 હજાર જેટલા ભાવિકો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ધર્મસભામાં આચાર્ય ભગવંતોએ જણાવેલ કે , ગિરિરાજની આશાતના કોઇપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય આચાર્ય ભગવંતોએ પ્રતિજ્ઞા સાથે જણાવેલ કે અમે ગિરિરાજનો કાંકરો પણ ખરવા નહીં દઇએ જૈન સમાજની વ્યથા , માંગણી પ્રશાસન તાકીદે પ્રશ્ન હલ કરે પ્રશ્નનો હલ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવી આપણે કોઇનું લેવું નથી અને આપણે હક્ક જતો પણ કરવો નથી . કેટલાક લોકો ડોળી એસોસીએશનના નામે લુંટ ચલાવી રહ્યાં છે.જૈન સંઘ દ્વારા ડોળી વાળાઓને GPS સીસ્ટમ વાળી ડોળી આપવામાં આવશે . મૌન તાકાત બતાવવાનો અવસર આવી ચુકયો છે . લારી – ગલ્લા – દબાણો હટાવી તેમને વૈકલ્પીક વ્યવસ્થા કરવી જોઇએ . આ ધર્મસભામાં અંદાજે 20 થી 25 હજાર જેટલા ભાવિકો ભાવિકો ઉપસ્થિત રહ્યા હોવાનો દાવો સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો . આ ધર્મસભામાં વિશાળ સંખ્યામાં ભાવિકો આવેલા હતા અને પારણાભવનનું મેદાન પણ ટુંકું પડી ગયું હતું.

પાલીતાણામાં જય જય આદિનાથના જય ઘોષ સાથે પારણાઘર થી એક વિશાલ મહારેલી નીકળી હતી .જેમાં જૈન શ્રેષ્ઠિઓ, જૈન સમાજ આગેવાનો, ભાવિકો તેમજ બહેનો ,યુવાનો અને સાધ્વીજી મ.સા. જોડાયા હતા .આ રેલી લગભગ એક કી.મી. લાંબી હતી. ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આ વ્યું હતું. પાલીતાણાની આ રેલી માં ભાવનગર થી દિવ્યકાન્ત સલોત સહિત 3000થી જૈનો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular