સપ્તાહના અંતમાં શૅરબજારમાં મોટી નરમાઈ જોવા મળી શકે છે

વેપાર વાણિજ્ય

ગ્રહ સંકેત -વિનોદ રાવલ
આ સપ્તાહમાં બુધ મંગળ સાથે અને રાહુ સાથે કેન્દ્રયોગમાં છે. બુધનું અને શનિનું ઓપોઝિશન છે. આ સપ્તાહમાં મંગળ અને હર્ષલની યુતિ પણ થાય છે. આ સપ્તાહમાં બુધ, શનિ, મંગળ, હર્ષલ અને રાહુના કંઈ ના કંઈ સંબંધ બને છે. કોઈ ક્રાંતિસામ્યથી કે ચરણાત્મક વેધથી.
તા. ૨૫ જુલાઈથી તા. ૫ ઑગસ્ટનો સમય શૅરબજાર અને દેશ દુનિયા માટે તકલીફવાળો છે. દેશ દુનિયામાં મોટી કુદરતી હોનારતો, વાવાઝોડા, સુનામી, ધરતીકંપ, પાણી, પૂરની મોટી હોનારતની શક્યતા છે. આ સાથે ત્રાસવાદી, આતંકવાદી હુમલા, બૉમ્બબ્લાસ્ટ, રશિયા-યુક્રેન યુદ્ધ ભયાનક બની શકે છે. બીજા દેશોની બોર્ડરે પણ યુદ્ધની કે છમકલાની શક્યતા છે. બીજા દેશ યુદ્ધમાં એન્ટ્રી લેતા દેશ અને દુનિયામાં અરાજકતા ફેલાઈ શકે છે. આ દિવસોમાં બજારમાં ભારી મોટી ગિરાવટ આવી શકે છે. મોટા પાયે વેચવાલી આવતા બજારમાં ગભરાટ જોવા મળી શકે.
શૅરબજાર: આ સપ્તાહમાં શૅરબજારમાં શરૂઆતી દિવસોમાં બજાર મજબૂત જોવા મળી શકે છે. પણ આ મજબૂત બજારમાં વેચીને વેપાર કરતા જવો હિતાવહ છે. સપ્તાહની મધ્ય સુધી વેચાણ વધારતા જવું. નિફટી, બૅંક નિફ્ટીમાં વેચાણ વધારે રાખી શકાય. સપ્તાહના મધ્યથી અંતિમ દિવસોમાં આકસ્મિક કારણો આવતાં બજારમાં મોટી, ઝડપી વેચવાલી આવી શકે છે. બજાર સવારે મોટા ગેપ સાથે બજાર ઓપન થાય અને પછી વેચવાલી આવતા બજારમાં ગભરાટ જોવા મળે. નિફ્ટીમાં સારી ગિરાવટ આવતા બજારમાં પેનીક જોવા મળે. બીજા સપ્તાહની શરૂઆત પણ મોટી ગિરાવટ સાથે થાય તેવા યોગો છે માટે ઉપર આપેલી તારીખ ધ્યાન રાખી વેપાર કરવો હિતાવહ છે.
આ સપ્તાહમાં બૅંક, રિલાયન્સ, ઓટો, સેકટરમાં વધઘટ જોવા મળી શકે.
સોના-ચાંદી: આ સપ્તાહમાં શરૂઆતમાં સોના અને ચાંદી વાયદા અને હાજર બજારમાં ભાવ નરમાઈતરફી રહી શકે છે. સોના અને ચાંદી વાયદા અને હાજરમાં આ સપ્તાહના શરૂઆતના દિવસથી જ બજારમાં સ્ટોક કરીનેે વેપાર ગોઠવવાથી લાભ મળી શકે છે. સપ્તાહના શરૂઆતના દિવસોમાં અને મધ્યના દિવસોમાં ચાંદીમાં તેજી આવી શકે છે. આ સપ્તાહમાં સિલ્વરમાં તેજી જોવા મળે. સપ્તાહની મધ્યમાં નફારૂપી વેચવાલી આવતા ભાવ નરમ જોવા મળે. નફો બુક કરતા જવો. સોના અને ચાંદીમાં સપ્તાહની મધ્યના દિવસોમાં સોના અને ચાંદીમાં મજબૂતી જોવા મળે. બજારમાં નરમ મજબૂત રાખીને વેપાર કરવો પણ વધઘટ બંને સાઈડ આવી શકે છે માટે નફો બુક કરતાં જવો. આ સપ્તાહમાં દરેક નીચા ભાવે સ્ટોક કરીને વેપાર કરવો લાભદાયી થઈ શકે છે. સપ્તાહના અંતિમ દિવસોમાં સોના ચાંદી બજારમાં મજબૂત ભાવ જોવા મળે. એક કે બે દિવસ ઝડપી લેવાલી આવતા સારા મજબૂત ભાવ જોવા મળે.
ક્રૂડ ઑઈલ: આ સપ્તાહમાં ક્રૂડ ઑઈલમાં મજબૂત ભાવ જોવા મળે. ક્રૂડ ઑઈલમાં ભાવમાં મજબૂતાઈ બતાવી શકે છે. ક્રૂડ ઑઈલમાં શરૂઆતના દિવસથી સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવવો. આ સપ્તાહના શરૂઆત દિવસોમાં સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવતાં જવો. સપ્તાહની મધ્યના દિવસમાં બજાર બેતરફી ચાલ બતાવી શકે છે. આ સપ્તાહમાં શરૂઆતના દિવસોથી મજબૂત ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસો સુધી તેજીનો વેપાર રાખી શકાય. સપ્તાહના અંતિમ દિવસોમાં નવી લેવાલી આવતા બજાર મજબૂત રહી શકે છે. આ સપ્તાહમાં ક્રૂડ ઑઈલમાં મજબૂત ભાવ રહી શકે છે.
કોમોડિટી: આ સપ્તાહમાં કોમોડિટી બજાર મજબૂતીતરફી જોવા મળી શકે છે. આ સપ્તાહમાં સિંગતેલ, તેલ, કપાસિયા તેલ, એરંડા, તેલિબીયાં અને દીવેલમાં સપ્તાહની શરૂઆત મજબૂત ભાવથી થાય. સપ્તાહની શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર ગોઠવતાં જવો. આ સપ્તાહમાં તેલ, તેલિબીયાં, કપાસિયા. એરંડા, દીવેલ, તેલમાં તેજી ધ્યાન રાખીને વેપાર દરેક ભાવે કરવો. સપ્તાહના મધ્યના દિવસો સુધી સ્ટોક કરતા જવું. લાભદાયી રહે. આ દિવસોમાં એકાદ દિવસ બજારમાં સામાન્ય નરમાઈ અથવા સાંકડી વધઘટ જોવા મળે. પણ મંદીનો વેપાર કરવો નહીં. કપાસિયા, એરંડા અને દીવેલ, તેલમાં આ સપ્તાહમાં નવી લેવાલી આવતા હાજર અને વાયદામાં મજબૂતાઈ જોવા મળે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.