Mumbai: સરકારે કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ લાવાનો નિયમ બદલી નાખ્યો છે. બૂસ્ટર ડોઝ હવે 9 મહિનાની જગ્યાએ છ મહિના બાદ લઇ શકાશે. જો તમે બીજો ડોઝ લઇ લીધો હોય તો તમારે બૂસ્ટર ડોઝ લેવા માટે 9 મહિનાની જગ્યાએ છ મહિના એટલે 26 અઠવાડિયાની રાહ જોવી પડશે.
સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે 18થી 59 વર્ષના તમામ લોકોને હવે નવ મહિનાની બદલે છ મહિના બાદ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યૂનાઇઝેશને બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનુ અંતર ઓછું કરવાની ભલામણ કરી હતી.
