Homeટોપ ન્યૂઝકોરોના પર એક્શનમાં કેન્દ્ર સરકાર, આ 5 દેશોમાંથી આવતા લોકો માટે RT-PCR...

કોરોના પર એક્શનમાં કેન્દ્ર સરકાર, આ 5 દેશોમાંથી આવતા લોકો માટે RT-PCR જરૂરી

વિશ્વના ઘણા દેશોમાં જીવલેણ કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે, કેન્દ્ર સરકાર આને લઈને સતર્ક થઈ ગઈ છે અને સંપૂર્ણ કાળજી લઈ રહી છે. તેને જોતા હવે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જો આ દેશોમાંથી કોઈ પ્રવાસી કોરોનાના લક્ષણો જણશે અથવા ટેસ્ટ પોઝિટિવ જણાય તો તેને તાત્કાલિક ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.
ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે માહિતી આપવા માટે કોવિડ-19 એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાંથી આવતા કેટલાક મુસાફરોનું શનિવારથી રેન્ડમ કોરોના વાયરસ માટે પરીક્ષણ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરતા કહ્યું કે ક્રૂ મેમ્બરોએ આ માટે પસંદ કરાયેલા મુસાફરોને એરપોર્ટ પર સ્થિત સ્ક્રીનિંગ સુવિધામાં લાવવા પડશે. ચીન અને અન્ય કેટલાક દેશોમાં કોરોનાવાયરસના વધતા જતા કેસો વચ્ચે, સરકારે દરેક ફ્લાઇટમાં કુલ મુસાફરોના બે ટકાના આગમન પછી એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular