ઔરંગાબાદ: સરકાર ન્યાયાધીશોની નબળાઈઓ શોધવા અને તેમને બ્લેકમેલ કરવા માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે, એવો આક્ષેપ વકીલ અને કાર્યકર્તા પ્રશાંત ભૂષણે કર્યો હતો. બંધારણ હેઠળ સ્વાયત્તતાનો આનંદ માણતી સંસ્થાઓને કબજે કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે સમાજવાદી નેતા બાપુસાહેબ કાલદાતેની સ્મૃતિમાં પ્રવચન આપતાં અહીં દાવો કર્યો હતો.
અગાઉ પંચમાં અથવા અન્ય સંસ્થાઓમાં નિવૃત્તિ પછીની નિમણૂકો ન્યાયાધીશોને તેમના નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે સહાય તરીકે ઓફર કરવામાં આવી હતી, એવું ભૂષણે કહીને વધુમાં ઉમેર્યું હતું કે જોકે સરકારે નવી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. બધા જ જજ પર ફાઈલ તૈયાર કરો. આઈબી, આવકવેરા વિભાગ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી તપાસ એજન્સીઓને ન્યાયાધીશો અથવા તેમના સંબંધીઓની કોઇ નબળાઈ શોધો અને જો આવી નબળાઈ પ્રકાશમાં આવે તો તે માહિતીનો ઉપયોગ ન્યાયાધીશોને બ્લેકમેલ કરવા માટે હાલમાં થઇ રહ્યું છે, એવો આક્ષેપ ભૂષણે કર્યો હતો.
(પીટીઆઈ)
સરકાર ન્યાયતંત્રને બ્લેકમેલ કરવા માટે તપાસ એજન્સીઓને કામે લગાડી રહી છે: પ્રશાંત ભૂષણ
RELATED ARTICLES