મીડિયા નિયામક નિયમોમાં પહેલી વાર ડિજિટલ મીડિયા સામેલ!

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતમાં મીડિયાના રજિસ્ટ્રેશન માટેના નવા કાયદામાં પહેલી વાર ડિજિટલ મીડિયાને પણ સામેલ કરવામાં આવ્યું છે, જે પહેલા ક્યારેય કોઈ પણ ગવર્મેન્ટ રેગ્યુલેશનનો ભાગ રહ્યો નથી. આ બિલને જો મંજૂરી મળી તો ડિજિટલ ન્યૂઝ સાઈટ્સ જો નિયમોનું ઉલ્લંઘન કરે તો કાર્યવાહી થઈ શકે છે, જેમાં રજિસ્ટ્રેશન રદ કરવા અથવા દંડ ફટકારવા જેવી જોગવાઈઓ કરવામાં આવી છે.
સૂચના અને પ્રસારણ મંત્રાલયે પ્રેસ એન્ડ પિરિયોડિકલ બિલના રજિસ્ટ્રેશનમાં સંશોધનની પ્રક્રિયા શરૂ કરી છે જેમાં ઈલેક્ટ્રોનિક માધ્યમથી ડિજિટલ મીડિયા પર સમાચારને સામેલ કરવામાં આવ્યા છે.
કાયદો લાગુ થાય તે પહેલાના 90 દિવસ પહેલા ડિજિટલ સમાચાર પ્રકાશકોને રજિસ્ટ્રેશન માટે અરજી આપવી પડશે. આ સાથે પ્રેસ રજિસ્ટ્રાર જનરલ પાસે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
ડિજિટલ મીડિયા અત્યાર સુધી કોઈ પણ કાયદાને અધિન નથી. આ સંશોધન ડિજિટલ મીડિયાને સૂચના અને પ્રસારણ મંત્રાલયના નિયમોમાં લાવવામાં આવશે.
સૂત્રોએ આપેલી માગિતી અનુસાર આ બિલને હજુ સુધી પીએમઓ અને અન્ય હિતકર્તાએ અુપ્રુવ કર્યું નથી. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે એક ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ડિજિટલ સમાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે વીડિયો, ટેક્સ્ટ, ઓડિયો અને ગ્રાફિક્સમાં જોવા મળી શકે છે. આ બિલને કારણે ખૂબ જ ધમાલ થઈ હતી. The Registration of Press and Periodicals Bill બ્રિટિશ યુગના પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ 1867નું સ્થાન લેશે, જે દેશમાં સમાચાર અને પ્રિન્ટિંગ પ્રેસને નિયંત્રિત કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.