ગાયના નામે દંભ કરનારાને રાજ્યપાલની ટકોર, ‘ગાયની જય બોલાવનારા ગાય દૂધ આપવાનું બંધ કરે તો કાઢી મૂકે છે, આવા લોકો ઢોંગી છે’

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Poicha: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે આવેલા નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે “પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે” સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંબોધનમાં લોકોને પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી આપી હતી આ દરમિયાન તેમને ગાય માતાના નામ પર દંભ કરતા લોકોને ટકોર કરી હતી તેમણે કહ્યું કે જે ‘લોકો ગાયનો જયજયકાર કરે છે પણ ગાય દૂધ આપવાનું બંધ કરે તો કાઢી મૂકે છે, માટે હિંદુ સમાજ એક નંબરનો ઢોંગી છે’. આ આ કાર્યક્રમમાં સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પૂર્વ પ્રધાન મોતિસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાજર લોકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, ‘લોકો મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચમાં જાય છે, એટલા માટે કે પુજા કરીશું તો ભગવાન ખુશ થશે. પણ જો તમે પ્રાકૃતિક ખેતી કરવાની શરુ કરી દેશો તો ભગવાન આપો આપ પ્રસન્ન થઈ જશે, રસાયણિક ખેતી તો પ્રાણીઓને મારવાનું કામ છે જ્યારે પ્રાકૃતિક ખેતીથી પ્રાણીઓને જીવનદાન મળે છે.’
તેમણે લોકોને ગાયને બચાવવા માટે ટકોર કરતા કહ્યું કે, ‘માણસો ગૌ માતાની પૂજા કરે છે, તેનો જય બોલાવે છે, તિલક લગાવે છે પણ જો ગૌ માતા દૂધ આપતી બંધ થઈ જાય તો તેને છોડે મૂકે છે. જે ગૌ માતાનું દૂધ નથી પીતા કે ગૌ માતાને પાળતા પણ નથી એવા લોકો પણ સ્વાર્થ માટે ગૌ માતાની જય બોલાવે છે. એટલે જ કહું છું કે આ દુનિયાના અસંખ્ય પ્રાણીઓમાં મનુષ્ય સૌથી મોટો ઢોંગી, પાખંડી, બનાવટી અને દેખાવો કરનાર પ્રાણી છે, હિન્દુ સમાજ ઢોંગી નંબર 1 છે. સ્વાર્થ માટે ગાય માતાજી કી જય હો માત્ર બોલે છે.’

“>

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળને બાદ કરતાં છેલ્લા ત્રણેક વર્ષથી પ્રાકૃતિક ખેતીનું અભિયાન ખુબ જ ગતિથી આગળ વધી રહ્યું છે, નર્મદા જિલ્લાના અંદાજે ૧૧ હજાર જેટલાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન લઇને આશરે ૩૩૭૧ એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે. દેશના ખેડૂતો આર્ત્મનિભર બનશે તો દેશ આર્ત્મનિભર બનશે. ખેડૂતો અને ખેતીને આર્ત્મનિભર બનાવવાનો શ્રેષ્ડ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે. ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા જનઅભિયાન ઉપાડ્યું છે, ત્યારે આગામી સમયમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું નેતૃત્વ કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.