રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને 4 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને 4 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શિવસેનાના નેતા અને શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેના બળવાના કારણે રાજ્યના રાજકારણમાં હલચલ મચી છે ત્યારે કોરોના ચેપને કારણે હોસ્પિટલમાં રહેલા રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી હવે રાજભવન પાછા ફર્યા છે. તેમને આજે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી કોરોના સંક્રમિત થતા તેમને મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલે હવે કોરોનાને માત આપી છે. તેમની તબિયત સારી છે.
શિવસેનાના નેતા એકનાથ શિંદેના વિદ્રોહથી છેલ્લા છ દિવસથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. એકનાથ શિંદેએ શિવસેનાના 38 ધારાસભ્યો સામે બળવો કર્યો છે. હાલમાં તેઓએ બળવાખોર નેતાઓ સાથે ગુવાહાટીમાં ધામા નાખ્યા છે. શિંદેના સમર્થનમાં 40થી વધુ ધારાસભ્યો હોવાથી મહાવિકાસ અઘાડી સરકાર જોખમમાં છે. એક તરફ શિવસેનાએ 16 ધારાસભ્યોને નોટિસ મોકલી છે અને તેમને રદ કરવાની ધમકી આપી છે. બીજી તરફ શિંદે જૂથો અલગ પાર્ટી બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે હિલચાલ પણ શરૂ થઈ ગઈ છે અને શિંદે જૂથ દ્વારા ‘બાળાસાહેબ શિવસેના’ નામ સૂચવવામાં આવ્યું છે. જોકે શિવસેનાએ આ નામ સામે વાંધો ઉઠાવ્યો છે. બળવાખોર ધારાસભ્યોને ચેતવણી આપવામાં આવી છે કે દેશદ્રોહીઓએ બાળાસાહેબના નામનો ઉપયોગ ન કરવો જોઈએ. શિંદે ગુવાહાટી પહોંચ્યા પછી, રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર મળ્યા હતા.
હવે જ્યારે રાજ્યપાલ સાજા થઇને રાજભવન પાછા ફર્યા છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં શું વળાંક આવે છે તે જાણવું રસપ્રદ બની રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.