Homeટોપ ન્યૂઝઈ-કોમર્સ પ્લેટફોર્મ પર નકલી રિવ્યુઝ, રેટિંગ સામે સરકાર કાર્યવાહી કરશે

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર નકલી રિવ્યુઝ, રેટિંગ સામે સરકાર કાર્યવાહી કરશે

દર વખતે જ્યારે તમે ફૂડ ડિલિવરી એગ્રીગેટર એપ અથવા ટ્રાવેલ એપ દ્વારા બ્રાઉઝ કરો છો ત્યારે શું તમે તમારી સામે આવતા રિવ્યુઝ (સમીક્ષાઓ) અને સ્ટાર રેટિંગ વિશે તમને શંકા જાય છે? શું તમને તેમાંના કેટલાક પ્રમોશનલ લાગે છે અથવા તે અસલી છે કે નહીં એવો સવાલ ઉઠે છે? નકલી સમીક્ષાઓ અને સ્ટાર રેટિંગ્સ ગ્રાહકોને ઑનલાઇન ઉત્પાદનો અને સેવાઓ ખરીદવા માટે ગેરમાર્ગે દોરે છે, પરંતુ હવે સરકાર તમારી શંકાનું નિવારણ કરવા જઇ રહી છે. સરકાર હવે નકલી સમીક્ષાઓ પર કડક કાર્યવાહી કરવા માટે નીતિ નિયમો બનાવી રહી છે. સરકાર ઇચ્છે છે કે હોટલ અને ટ્રાવેલ કંપનીઓ તેમની રેટિંગ અને સમીક્ષા પદ્ધતિ જાહેર કરે.
જોકે, ઈ-કોમર્સ કંપનીઓ એવો દાવો કરે છે કે તેમની પાસે ફ્રેમવર્ક છે જેના દ્વારા તેઓ નકલી સમીક્ષાઓ પર નજર રાખે છે, પરંતુ તેની વિશ્વસનીયતાનો કોઇ ભરોસો નથી હોતો તેથી સરકારે હવે હોટેલ અને ટ્રાવેલ પોર્ટલ પર નકલી સમીક્ષાઓ પર કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. સરકાર આગામી સપ્તાહ સુધીમાં ઈ-કોમર્સ વેબસાઇટ્સ, હોટેલ અને ટ્રાવેલ બુકિંગ પ્લેટફોર્મ પર નકલી સમીક્ષાઓ અને અનવેરિફાઇડ સ્ટાર રેટિંગનો સામનો કરવા માટે ફ્રેમવર્ક પ્રકાશિત કરશે.
કન્ઝ્યુમર અફેર્સ સેક્રેટરી રોહિત કુમાર સિંઘે જણાવ્યું હતું કે ભારત સંભવત એવો પહેલો દેશ હશે જેણે નકલી સમીક્ષા વ્યવસ્થાપન માટે માળખું વિકસાવ્યું હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular