Homeઉત્સવવિશેષ રાહત અને લાભ કરાવતી સરકારી બચત યોજનાઓ

વિશેષ રાહત અને લાભ કરાવતી સરકારી બચત યોજનાઓ

આનંદો વરિષ્ઠ નાગરિકોને એક કરોડની રકમ સુધી જોખમમુક્ત રોકાણ કરવાની તક

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

કેન્દ્રીય બજેટ-૨૦૨૩-૨૪માં વરિષ્ઠ નાગરિકો માટે સામાજિક સુરક્ષા અને મહિલા સશક્તિકરણના દૃષ્ટિકોણ સાથે જે સુધારા કરાયા છે તેના પર એક દૃષ્ટિ કરીએ.
અંદાજપત્ર ૨૦૨૩-૨૪માં સામાન્ય કરદાતાઓને રાહત થાય એવી જાહેરાત થઈ, જેમાં ક્યાંક પ્લસ તો ક્યાંક માઈનસ જેવું પણ જોવાયું, કિંતુ વરિષ્ઠ નાગરિકો માટે મહત્તમ સકારાત્મક જોગવાઈ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો વરિષ્ઠ નાગરિકોને બચત માટે એવી રાહત અપાઈ છે કે તેઓ સુરક્ષિત વળતર મળવાની સાથે જોખમમુક્ત મૂડીરોકાણ કરી શકે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને પોસ્ટ ઑફિસ મન્થલી ઈન્કમ સ્કીમ (ઙઘખઈંજ)માં સિનીયર સિટીઝન્સ માટે રોકાણ મર્યાદા વધારીને નાણાં પ્રધાને મોટી રાહત આપી હોવાનું કહી શકાય. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઉપર્યુકત સરકાર સંચાલિત યોજનાઓમાં મહત્તમ ઈન્વેસ્ટમેન્ટ મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે.
માત્ર આટલું જ નહીં. સીતારમણે તમામ વયની મહિલાઓ માટે એક બીજી યોજના પણ બહાર પાડી છે – જેને મહિલા સમ્માન સેવિંગ્સ સર્ટિફિકેટ (ખજજઈ) નામ આપવામાં આવ્યું છે. વરિષ્ઠ નાગરિકો માટે એક અન્ય યોજના પણ છે – પ્રધાનમંત્રી વય વંદના યોજના (ઙખટટઢ).
આ બધી યોજનાઓ, એકત્રિતપણે કોઈ વરિષ્ઠ નાગરિક દંપતીને રૂ. ૧.૧ કરોડની રકમના ઈન્વેસ્ટમેન્ટ પર આશરે રૂ. ૭૦,૫૦૦ની માસિક આવક અપાવી શકે છે. આ યોજનાઓ સુનિશ્ર્ચિત રિટર્ન્સવાળી હોવા ઉપરાંત સરકારી હોવાથી સુરક્ષિત પણ
ગણાય છે.
સિનિયર સિટિઝન્સ સેવિંગ સ્કીમ
જઈજજ યોજનામાં એક સિનીયર વ્યકિત મહત્તમ હવે પછી રૂ. ૧૫ લાખની સીમાને બદલે રૂ. ૩૦ લાખ સુધી રોકાણ કરી શકે છે. આનો અર્થ એ થાય કે, કોઈ વરિષ્ઠ નાગરિક દંપતી જો મહત્તમ મર્યાદા સાથે ઈન્વેસ્ટમેન્ટ કરે તો એમને રૂ. ૬૦ લાખ જેટલી રકમનું રોકાણ કરી શકે છે. જઈજજ યોજના પાંચ-વર્ષની મુદતવાળી છે અને તે ઈન્ડિયા પોસ્ટ અને કમર્શિયલ બેન્કો મારફત ઉપલબ્ધ છે. મેચ્યોરિટીનો સમય આવે ત્યારે મુદતને ત્રણ વર્ષ માટે લંબાવી પણ શકાય છે. જોકે દરેક ક્વાર્ટરમાં બીજી સ્મોલ-સેવિંગ્સ સ્કીમ્સની જેમ વ્યાજના દરની સમીક્ષા કરાશે. ડિપોઝિટ મૂકવાના સમયે વ્યાજનો જે દર ઓફર કરાય તે આખી મુદત માટે સુનિશ્ર્ચિત હોય છે. હાલ જઈજજ યોજનામાં ત્રિમાસિક ૮ ટકા વ્યાજ આપવામાં આવે છે.
પોસ્ટ ઑફિસ મન્થલી ઈન્કમ સ્કીમ
પોસ્ટ ઑફિસ મન્થલી ઈન્કમ સ્કિમ (ઙઘખઈંજ) યોજનામાં, સિંગલ-ધારક એકાઉન્ટ માટે મહત્તમ રોકાણ પાત્ર રકમને રૂ. ૯ લાખ સુધી વધારી દેવામાં આવી છે. અગાઉ આ મર્યાદા રૂ. સાડા ચાર લાખ હતી. જેથી હવે પછી એક દંપતી સંયુકતરીતે આ યોજના દ્વારા મહિને રૂ. ૧૮ લાખનું રોકાણ કરી શકે છે. આમાં વાર્ષિક ૭.૧ ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે.
પાંચ વર્ષ સુધી દર મહિને તે ચૂકવવામાં આવે છે. ઙઘખઈંજ યોજનાનો લાભ બિન-વરિષ્ઠ નાગરિક વ્યક્તિઓ પણ લઈ શકે છે. આમાં માસિક ચૂકવણીનો વિકલ્પ હોવાથી વરિષ્ઠ નાગરિકોમાં તે લોકપ્રિય બની છે, જેમને દર મહિને નાણાંની જરૂર
હોય છે.
ખજજઈ યોજના નવી છે. આ યોજના માત્ર મહિલાઓ અને ક્ધયાઓ માટે છે. આમાં બે વર્ષની મુદત હોય છે અને મહત્તમ ઈન્વેસ્ટમેન્ટ મર્યાદા રૂ. બે લાખ છે. આ યોજના ૨૦૨૫ના માર્ચ સુધી અમલમાં રહેશે અને એમાં ધારકને ૭.૫ ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત ઙખટટઢ યોજના તો જરાય ભૂલવા જેવી નથી. એમાં કોઈ પણ વરિષ્ઠ નાગરિક માટે રૂ. ૧૫ લાખ સુધીની રકમ ડિપોઝિટ તરીકે મૂકવાની છૂટ છે. આ યોજના ૧૦ વર્ષ માટેની છે. તેનું સંચાલન ભારતીય જીવન વીમા નિગમ કરે છે. એમાં ડિપોઝિટધારકને ૭.૪ ટકાના દરે રિટર્ન મળે છે. તેથી આમાં કોઈ વરિષ્ઠ નાગરિક દંપતી સાથે મળીને રૂ. ૩૦ લાખની રકમ મૂકી શકે છે.
આ ચારેય યોજના કોઈપણ વરિષ્ઠ દંપતીને રૂ. એક કરોડ દસ લાખ સુધીની રકમ સુરક્ષિત સ્વરૂપે મુકવામાં સહાયરૂપ બને છે.
આના લાભ શું?
જઈજજ યોજનામાં નાણાકીય વર્ષ માટે દોઢ લાખ રૂપિયા મૂકવાથી આવકવેરાની કલમ ૮૦-સી હેઠળ કપાત મળી શકે છે. જૂના પર્સનલ ટેક્સ રેજિમ હેઠળ આવતા લોકોને પણ લાભ મળશે.
સ્મોલ સેવિંગ સ્કીમ્સની સરળતાને જોઈએ તો એ સમજવામાં આસાન છે. સુનિશ્ર્ચિત રિટર્ન, નિયમિત સમયાંતરે પેમેન્ટ મળવાથી વરિષ્ઠ નાગરિકો માટે નિયમિત આવકનું સરળ સાધન બની શકે છે. અમુક ગણતરીઓ પરથી જાણી શકાય છે કે વરિષ્ઠ નાગરિક દંપતીઓ દર મહિને આશરે રૂ. ૭૦ હજાર જેટલી આવક મેળવી શકે છે.
જઈજજમાં વ્યાજ દર ત્રણ મહિને ચૂકવાય છે. ખજજઈ માં વ્યાજની ચુકવણીની ફ્રીક્વન્સીની હજી જાહેરાત કરાઈ નથી. એમાં વ્યાજ કાં તો દર મહિને અથવા દર ત્રણ મહિને કે વાર્ષિક કે મેચ્યુરિટીના સમયે ચૂકવવામાં આવી શકે છે. જે મહિલાઓ એમની મૂડીની સુરક્ષિતતા અને સુનિશ્ર્ચિત રિટર્ન્સ ચાહતી હશે એમને માટે આ યોજનાઓ આકર્ષક છે.
વ્યાજની આવક કરપાત્ર રહેશે. આમ છતાં એક વાત એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે વ્યાજ મળશે તે રકમ કરપાત્ર હશે. તેથી પેન્શન, વર્ષાનુ વર્ષ (દર વર્ષે અમુક રકમ મળે એ રીતે વ્યાજે મૂકેલી રકમ) અને ભાડાની આવક જેવી અન્ય આવક મેળવતા તમામ ઈન્વેસ્ટરો માટે ઉક્ત યોજનાઓ પણ રિટર્નના અસરકારક દર આપનારી છે. જેમને બીજી કોઈ આવક ન હોય એવા ઈન્વેસ્ટરો નવું ટેક્સ રેજિમ પસંદ કરીને વ્યાજની કમાણી પ્રાપ્ત કરી શકે છે. એમાં કરવેરાની બહુ ઓછી અસર રહેશે, કારણ કે નવા રેજિમમાં સેક્શન ૮૭-એ અંતર્ગત રીબેટ મળવાનું હોવાથી સાત લાખ સુધીની વ્યક્તિગત આવક પર કોઈ વેરો નહીં લાગે.
જઈજજ અને હેલ્થ ઈન્શ્યુરન્સમાં નાણાં જમા કરનાર વરિષ્ઠ નાગરિકો પણ તબક્કાવાર રીતે આવકવેરો ચૂકવવામાંથી બચી શકે છે. તેમણે બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં ઈમર્જન્સી ફંડ રાખવું સલાહભર્યુ છે.
જોકે નિષ્ણાતોના મતે ઈન્વેસ્ટમેન્ટ લિમિટ વધારવાનો અર્થ આખી રકમને ફિક્સ્ડ આવકમાં મૂકી દેવાનો થતો નથી, કારણ કે એમાં મોંઘવારી સામે ટકવાની શક્યતા ઓછી રહે છે. વરિષ્ઠ નાગરિકોએ એમના ઈન્વેસ્ટમેન્ટનો ૨૦ ટકા હિસ્સો ઈક્વિટીમાં રોકવો જોઈએ (એમાં રહેલાં જોખમો અને નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને).
જો બચતકાર-રોકાણકારે લાંબા ગાળા માટે આયોજન કરવું હોય અને મોંઘવારીનો સામનો પણ કરવો હોય તો અમુક ઈન્વેસ્ટમેન્ટ ઈક્વિટી
ફંડ્સમાં, બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સમાં કે ઈક્વિટી હાઈબ્રિડ ફન્ડ્સમાં કરવામાં સાર છે.
એ માટે શું કરવું જોઈએ?
વરિષ્ઠ નાગરિકો એમના કેશ ફ્લોની જરૂરિયાત પર ધ્યાન આપવું જોઈએ અને એ પ્રમાણે ઉપલબ્ધ યોજનાઓમાં નાણાં રોકવા જોઈએ. અનેક નાણાકીય વર્ષોમાં જઈજજ યોજનામાં ઈન્વેસ્ટ કરવાથી તમે દર વર્ષે કરવેરામાં કપાતનો લાભ મેળવી શકો છો. આ ઈન્વેસ્ટમેન્ટ યોજનાઓમાં મુદત જુદા જુદા પ્રકારની હોય છે – જેમ કે બે વર્ષથી લઈને ૧૦ વર્ષ સુધીની, તેથી તમારા ઈન્વેસ્ટમેન્ટના જોખમને અસરકારક રીતે વહેંચી શકાય છે..
જો તમે નિયમિત આવક મેળવવા માગતા હો તો તમે એક સાથે મોટી રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એ પછી પણ જો તમારી પાસે નાણાં બચ્યા હોય તો તમે કોઈ વધારે સુરક્ષિત યોજનામાં રોકી શકો છો. એ માટે આરબીઆઈ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ છે, જેમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ કરતાં વધારે વ્યાજ મળે છે. આ બોન્ડની મુદત સાત વર્ષની છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે ઈક્વિટીની અવગણના કરશો નહીં. ઈક્વિટી લાંબા ગાળે મોંઘવારીને માત આપી શકે છે, પરંતુ આ માટે સમજી-વિચારીને જ આગળ વધવું, લાંબા ગાળાનું સિલેકટિવ રોકાણ કરવું. શોર્ટ ટર્મ અભિગમ કે સટ્ટાકીય માનસથી દૂર રહેવું. એક વાત ખાસ યાદ રાખવી કે તમારા તમામ ઈન્વેસ્ટમેન્ટમાં નોમિની રાખવા આવશ્યક છે.
—–

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular