સોના પરની આયાત જકાત ઘટાડવા સરકારની વિચારણા: સૂત્રો
નવી દિલ્હી/મુંબઈ: સોના પરનાં ઊંચા વેરાભારણને કારણે દાણચોરીનું વધેલું પ્રમાણ અને દાણચોરો ભાવમાં ઊંચા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા હોવાથી બૅન્કો અને રિફાઈનરોના બજાર હિસ્સામાં ઘટાડો થતાં સરકાર આયાત જકાત ઘટાડવાની દિશામાં વિચારણા કરી રહી હોવાનું સરકારી અને ઉદ્યોગનાં અધિકૃત સૂત્રો તરફથી જાણવા મળ્યું હોવાનું રૉઈટર્સે એક અહેવાલમાં જણાવ્યું છે. સોનાના વૈશ્ર્વિક વપરાશમાં ભારત બીજો ક્રમાંક ધરાવે છે અને જો ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે તો રિટેલ વેચાણમાં વધારો થવાની સાથે વૈશ્ર્વિક ભાવ સામે પણ ટેકો મળી શકે તેમ છે. આ ઉપરાંત ગ્રે માર્કેટ સાથેની સ્પર્ધા ખમી ન શકનાર છેલ્લા બે મહિનાથી બંધ પડેલી સ્થાનિક રિફાઈનિંગ પ્રવૃત્તિમાં પુન: સંચાર થઈ શકે તેમ છે. આથી સરકાર સોના પરની અસરકારક જકાત ૧૨ ટકા કરતાં નીચા સ્તરે લાવવા સક્રિયપણે વિચાર કરી રહી હોવાનું એક સરકારી અધિકારીએ ઉમેર્યું હતું કે સરકાર આ સંદર્ભે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લે તેવી શક્યતા છે. ઉ