Mumbai: મુંબઈના ગોવંડી વિસ્તારમાં એક જ ઘરમાં ચાર મૃતદેહ મળી આવી હોવાની ઘટના બની હોવાની આંચકાદાયક માહિતી સામે આવી છે. ગોવંડીના શિવાજી નગરમાં આ ઘટના બની હોવાની જાણ થતાં મુંબઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સાત વર્ષના દીકરા સરફરાઝ અને ત્રણ વર્ષની દીકરી અતિસાની હત્યા કર્યા બાદ પતિ પત્નીએ આત્મહત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિવાજી નગર વિસ્તારમાં ઈંદિરાનગર ઝૂંપડપટ્ટીમાં શકિલ ખાન (34) તેની પત્ની રઝિયા ખાન (25) સાથે રહેતો હતો.
શુક્રવારે અચાનક ખાન પરિવારના તમામ સભ્યોના મૃતદેહ મળી આવતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે. પતિ-પત્નીએ ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરવા પહેલા તેમના બાળકોની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
દરેક કાયદા કાનૂન ફક્ત વિરોધીઓ માટે જ છે,બાકી બે જણ ની સરકાર આત આત લા દિવસ સુધી 400 જી આર પાસ કરી ને પોતાની મનમર્જી ચલાવે અને રાજ્યપાલ થી કરી ને ઇલેક્શન કમિટી ,….. .બધા તેમની તરફેણ કરતા રહે ,આને કહેવાય અઘોષિત કટોકટી…