ગોપાલકૃષ્ણ ગાંધીનો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાનો ઇનકાર, હવે આ નેતાના નામની ચર્ચા

દેશ વિદેશ

Mumbai: રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. એવામાં મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાનો ઇનકાર કરી દીધો છે. ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું છે કે વિપક્ષી દળો તરફ મારા નામની રજૂઆત કરવાને લઇને હું તેમનો આભારી છું.

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાનો ઇનકાર કરતા તેમણે કહ્યું હતું કે વિપક્ષે કોઇ એવા નામનો વિચાર કરવો જોઇએ જે મારાથી સારા રાષ્ટ્રપતિ સાબિત થઇ શકે. એનસીપીના વડા શરદ પવાર અને નેશનલ કોન્ફ્રેન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા બાદ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી ત્રીજા એવા વ્યક્તિ છે જેમણે વિપક્ષી દળોના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાના અનરોધનો અસ્વીકાર કર્યો છે. હવે પૂર્વ નાણા પ્રધાન અને ટીએમસીના નેતા યશવંત સિન્હાને ઉમેદવાર બનાવવા પર વિચાર થઇ રહ્યો છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.