ભાવનગર પોલીસે આજે આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની અટકાયત કરી હતી. ગોપાલ ઈટાલિયાએ અટકાયત અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી. અટકાયત બાદ ગોપાલ ઇટાલિયાને જામીન આપી મુક્ત કરાયા છે. નોંધનીય છે કે હજુ ગઈકાલે જ ગોપાલ ઈટાલીયાના દાદીનું નિધન થયું હતું.
બે મહિના અગાઉ દ્વારકામાં એક વક્તવ્ય આપતા ગોપાલ ઈટાલીયાએ કૃષ્ણ ભગવાન વિશે ટીપ્પણી કરી હતી. જેને લઈને આહીર સમાજના લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા ઉમરાળા પોલીસે તેમની આજે અટકાયત કરી હતી. અટકાયત બાદ તેમને જામીન આપી મુક્ત કરાયા છે.
ગોપાલ ઇટાલિયાએ ખુદ ટ્વીટ કરીને પોતાની અટકાયતની જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે ગુજરાતની જનતાએ ભ્રષ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતીવાળી નવી સરકાર કામે લાગી ગઈ છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. ગઈકાલે મારા દાદીનું અવસાન થયું, આખો પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મારી ધરપકડ કરાવી છે. કદાચ બહુમતી આ કામ કરવા માટે મળી હશે.
गुजरात की जनता द्वारा भ्रष्ट भाजपा को दिए पूर्ण बहुमत की नई सरकार ने काम करना चालू कर दिया है।
भावनगर पुलिस ने आज मुझे गिरफ़्तार कीया। मेरी ख़ुद की दादी माँ का कल निधन हुआ है, पूरा परिवार दुःखी है लेकिन भाजपा ने मुझे अरेस्ट कर लिया है। शायद यही काम के लिए बहुमत मिला होगा।
— Gopal Italia (@Gopal_Italia) December 20, 2022
“>