ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
ટેકનોલોજીની દુનિયામાં જ્યારે પણ કોઈ નવી અપડેટ આવે છે ત્યારે ઢોલ નગારા વગાડીને ખોટા પ્રમોશન કરવા કરતાં એનું એક્શન જ લેવામાં આવે છે. ફોટો એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ અને વોટ્સ એપ જ્યારે અપડેટ થયા ત્યારે સમાચારના ફોર્મેટમાં એનું માત્ર રિપોર્ટિંગ થયું. કંપનીએ કોઈ પ્રકારના ધમાકા કરીને એલાન નથી કર્યા. જ્યારથી એપલ કંપનીના સીઈઓ ટીમ કૂક ભારતની મુલાકાત કરીને ગયા. ત્યારબાદ અનેક ટેક કંપનીઓએ પોતાનું ફોકસ ભારત દેશ પર વધારી દીધું. આશ્ર્ચર્ય પમાડે એવી વાત એ છે કે જે આઇફોનને ભારતમાં બ્રાન્ડ સિમ્બોલ અને સ્ટેટસ આઈકોન ગણવામાં આવે છે એ ફોન દુબઈથી લઈને ડેનમાર્ક સુધી સાવ સામાન્ય છે. જે રીતે અત્યારે કીપેડ વાળા ફોનને જોવામાં આવે છે એવા દ્રષ્ટિ કોણ થી દુનિયાના બાકીના દેશમાં આઇફોનને જોવામાં આવે છે. ભારતમાં બ્રાન્ચ ખોલવાનો કંપનીનો હેતુ કોઈ નવું સાહસ ઊભું કરીને યુવાનોમાં તીર મારવાનો ન હતો. માત્ર ટેકનોલોજીની અપડેટ
થતી દુનિયામાં આછેરી ઝલક અને ટ્રેલર રૂપ કહી શકાય એવો સ્પાર્ક આપવાનો હતો.
એપલ સ્ટોર્સમાં જે પ્રકારે હાર્ડવેર તેમજ સોફ્ટવેરની એક આખી અનોખી દુનિયા જોવા મળે છે તે ભારત માટે નવી હોઈ શકે, પરંતુ દુનિયાના ટેકનોલોજીના દરિયામાં તે ખૂબ સામાન્ય છે. સર્ચ એન્જિન કંપની ગૂગલ મોબાઈલની
દુનિયામાં ઓપરેટિંગ સિસ્ટમમાં સફળ થઈ ગઈ. પણ દિવસની દુનિયામાં
હજુ એનો ડંકો વાગતો નથી. પિક્સલ ડિવાઇસને પડકારરૂપ માનીને આગળ વધેલી કંપનીએ પછડાટને બાજુએ મૂકી ચેટ જીટીપી ને ટક્કર દેવા નવું સાહસ કર્યું છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મીડિયમની નવી સર્વિસ ટેક બાર્ડ ભારતીય ટેકનોલોજીની માર્કેટમાં આવી ચૂક્યું છે. તકના તાર્કિક વિશ્ર્લેષણને થોડા સમય માટે બાજુએ મૂકી મોટી માર્કેટમાં નાનું સાહસ કરીને ગૂગલએ સૌને ચોંકાવ્યા છે. ગૂગલ બાર્ડને ઓપન એઆઇના ચેટ જીટીપી સાથે સ્પર્ધામાં લાવવામાં આવ્યું છે. ગૂગલની ક્ધવર્સેશન જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ સર્વિસ ભારત સહિત ૧૮૦થી વધુ દેશોમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ ગુરુવારે કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂમાં કંપનીના હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ડેવલપર કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં આ સર્વિસની જાહેરાત કરવામાં
આવી હતી.
ગૂગલની રેકોર્ડ બુકમાં પહેલી વખત એવું બન્યું છે કે કોઈ નવી સર્વિસને લઈને સીધા મીડિયા કનેક્ટ કરવામાં આવ્યું. બાર્ડ એ ગૂગલની એઆઈ આધારિત ચેટબોટ સેવા છે, જે કફખઉઅ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. હવે તે જાહેર ઉપયોગ માટે શરૂ કરવામાં આવી છે. બાર્ડ કફખઉઅ અને ૠજ્ઞજ્ઞલહય ના પોતાના ક્ધવર્સેશનલ અઈં ચેટબોટ પર આધારિત છે. ઈવફિૠંઙઝ ની સ્પર્ધામાં ૠજ્ઞજ્ઞલહયનું નવું ઇફમિ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ બન્ને અઈં ટૂલ્સમાં સમાનતાની સાથે ઘણો તફાવત છે. વાસ્તવમાં, ઈવફિૠંઙઝ, એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ, પૂર્વ-અસ્તિત્વમાં રહેલા ડેટાના આધારે પ્રશ્ર્નોના જવાબ આપે છે, જ્યારે ૠજ્ઞજ્ઞલહય એ તેના અઈં ચેટબોટને ભાષા મોડેલ અને સંવાદ એપ્લિકેશન, એટલે કે કફખઉઅ સાથે સંચાલિત કર્યું છે. એટલે કે, બાર્ડ વધુ સચોટ જવાબો આપી શકે છે. ગૂગલ કહે છે કે બાર્ડ મોટા ભાષાના મોડલની શક્તિ, બુદ્ધિમત્તા અને સર્જનાત્મકતાના સંયોજનથી સજ્જ છે.
એટલું જ નહીં, બાર્ડને એવી રીતે વિકસાવવામાં આવ્યું છે કે આ ટૂલ યુઝર ફીડબેક અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે જ્ઞાન મેળવશે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કર્યા બાદ તમામ લોકલ લેંગ્વેજને એક જ મોડલ પર સાંકડી યુઝર કોમ્યુનિકેશન શરૂ કરવાનો ટાર્ગેટ આ ટેકનોલોજીનો છે જેની પાછળનું મજબૂત પ્રોગ્રામિંગ ગૂગલ કંપનીના ખુદ સીઈઓએ ઊંડો રસ લઈને કરેલું છે. એક હકીકત એ પણ નોંધી રાખજો કે લજ્ઞજ્ઞલહય મેપ્સનો આખો કોન્સેપ્ટ સુંદર પિચાઈનો છે જેને સૌપ્રથમ માત્ર પોતાના સીટીનો ડિજિટલ મેપ તૈયાર કરીને રૂટ વે તૈયાર કર્યો હતો જેના પર માત્ર સાયકલ દોડાવવાની હતી.
કંપનીએ શરૂ કરેલી આ નવી સર્વિસ આમ તો તદ્દન મફત છે મર્યાદા એ છે કે કઈ ભાષામાં શરૂઆત કરીને આગળ વધુ એ હજુ કંપનીએ સ્પષ્ટ કર્યું નથી આ પાછળનું કારણ એ છે કે ફ્રેન્ચ અને જર્મન આ બન્ને ભાષાઓના કેટલાક પ્રોનાઉન્સ મેચ થઈ જતા ભંગાણ પડી જાય છે. બીજી એક ખાસ વાત એ છે કે ઓડિયો ફ્રિકવન્સી મોડેલ હોવા છતાં મેન્યુઅલ વર્ક પણ એટલું જ પાવરફુલ કરવામાં આવ્યું છે. ઓપન એન્ડેડ હોવા છતાં સંપૂર્ણ રીતે તેને કસ્ટમાઈઝ કરી શકાય છે.
આ તો માત્ર આવનારી ટેકનોલોજીની નાનકડી એવી ઝલક છે, પરંતુ હકીકત અને વાસ્તવિક પરિણામ આનાથી હજારો ઘણું મોટું છે.
જ્યારે પણ કંપનીએ કોઈ પ્રતિસ્પર્ધીને ટક્કર આપવા માટે કંઈ વિકસાવ્યું ત્યારે યુઝર પ્રેફરન્સ પહેલા આપીને પબ્લિકને શું જોઈએ છે એમાં શું નવું કરી શકાય આ બે મુદ્દા પરના કાર્યક્રમો ઉપર આખી સિસ્ટમ ફેરવી નાખી. એન્ડ્રોઇડ જેવું કોમન પ્લેટફોર્મ તૈયાર કરીને ફીચર્સની એવી ભરમાર મૂકી કે હવે ડિવાઇસના આધાર ઉપર ખાસ કોઈ પસંદગી ઉતારતું નથી માત્ર અંદરની ટેકનોલોજી અને ફીચર ઉપર ફોકસ કરવામાં આવે છે. હવે જો આ ટેકનોલોજી માત્ર આછેરી ઝલક હોય તો ઓરિજનલ પ્રોડક્ટ ધાર્યા કરતાં મોટી હશે. ટેકનોલોજીના ઇતિહાસમાં કંપનીને અમર બનવાનો આ મોકો છે. આ પાછળનું કારણ એ છે કે ચેટ જીટીપી અલગ પ્લેટફોર્મ અને કંપની ધરાવે છે. ટેકનોલોજી સર્વિસમાં નિષ્ફળ અને નકામા બની જવું એના કરતાં નાનકડા એવા અપડેટેશનથી ઇનોવેશન સુધીની યાત્રા કરવી ખરા અર્થમાં અવકાશમાં આતશબાજી કરવા સમાન છે. ભારતમાં ભાષા અને બોલીનો અફાટ સમુદ્ર ખરા અર્થમાં સાહિત્યની દિશામાં વિરાટ ફલક છે. એમાં હવે ટેકનોલોજીનો સાથ મળી રહ્યો છે ત્યારે આ એક નાનકડું ટૂલ ટોટલી ચેન્જ લાવે એવા એંધાણ અત્યારથી દેખાઈ રહ્યા છે.
આઉટ ઓફ ધ બોક્સ
હરીફને હંફાવવા કરતાં ટેલેન્ટની ટેરેસ એટલી મોટી કરી દો કે, કોઈ પ્રતિસ્પર્ધી માત્ર આંખો જોઈ જાય તો પણ હિંમત કરતા પહેલા હજાર વખત વિચારે. પાવર તો ખુદનો રાખવો, કારણ કે આપણને જ ખબર હોય છે કે, બેટરી કેટલી છે!