Homeદેશ વિદેશઆ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ શું થયું છે? ગૂગલે જાહેર...

આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ શું થયું છે? ગૂગલે જાહેર કર્યો રિપોર્ટ

આ વર્ષે ગૂગલમાં લોકોએ સૌથી વધારે શું સર્ચ કર્યું છે તેની જાણકારી કંપની દ્વારા જાહેર કરવામાં આવી છે. Google Year in Search 2022માં ભારતીય લોકોએ ફીફા વર્લ્ડકપ અને એશિયા વર્લ્ડકપને સૌથી વધુ સર્ચ કર્યું છે. ‘What is’ સેક્શનમાં અગ્નિપથ સ્કીમ, NATO અને NFTને પણ સૌથી વધુ લોકોએ સર્ચ કર્યું છે. ‘How to’ સેક્શનમાં વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની ટ્રિક્સને સૌથી વધુ લોકોએ ગૂગલ પર સર્ચ કર્યું છે.
મૂવી કેટેગરીની વાત કરીએ તો Brahmastra: Part One – Shiva, K.G.F: Chapter 2, RRR અને The Kashmir Files, Kantara ફિલ્મ સૌથી વધુ સર્ચ થઈ છે.
ન્યૂઝ ઈવેન્ટની કેટેગરીમાં સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન, પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસ અને રશિયા-યુક્રેન વોર જેવા સમાચારને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત Sex on the beach સૌથી વધુ સર્ચ થનારું કોક્ટેલ છે, જે વોડકા, ઓરેન્જ જ્યૂસ અને ક્રેનબેરી જ્યૂસ નાંખીને બનાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular