આજે એટલે કે 21મી માર્ચ, 2023ના રોજ પારસી સમુદાયના લોકો દુનિયાભરમાં પોતાનું નવું વર્ષ હર્ષોલ્લાસ સાથે મનાવવા જઇ રહ્યાં છે. પારસી સમુદાયનું આ નવુંવર્ષ નવરોઝ તરીકે ઓળખાય છે. આ સંદર્ભે ગૂગલે પણ ડૂડલ બનાવી નવરોઝ 2023ની શુભકામનાઓ આપી છે. ગૂગલ આજે તેના પુષ્પ ડૂડલ સાથે નવોરઝ મનાવી રહ્યું છે. ગૂગલે તેમની વેબસાઇટ પર લખ્યું છે કે નવરોઝ શિયાળાની સમાપ્તીને દર્શાવે છે. અને દુનિયાભરમાં 300 મિલિન લોકો દ્વારા મનાવવામાં આવે છે. આજે ગૂગલ ડૂડલની કલાકૃતિ વસંતના ફૂલો ટ્યૂલિપ, ડેફોડિલ્સ અને ઓર્કીડ જેવા ફૂલોના માધ્યમથી બનાવવામાં આવી છે. કારણ કે નવરોઝ એ વસંત ઋતુની શરુઆત અને શિયાળાની સમાપ્તી દર્શાવે છે.

(Photos Credits : Amay Kharade)
પારસી સમુદાયના લોકો માટે નવરોઝ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. જેવી રીતે હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનાથી નવા વર્ષની શરુઆત થાય છે એવી જ રીતે નવરોઝ પારસી સમાજના નવા વર્ષની શરુઆત હોય છે. નવરોઝ બે પારસી શબ્દો નવ અને રોઝ મળીને બન્યો છે. જેનો અર્થ છે નવો દિવસ. આ દિવસથી જ ઇરાની કેલેન્ડરની પણ શરુઆત થાય છે. તો ચાલો તેના ઇતિહાસ અને પરંપરા વિશે જાણીએ.

(Photos Credits : Amay Kharade)
નવરોઝનો ઉત્સવ પારસી સમુદાયમાં છેલ્લા ત્રણ હજાર વર્ષોથી મનાવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે એક વર્ષમાં 365 દિવસો હોય છે. પણ પારસી સમુયદાય 360 દિવસનું જ એક વર્ષ માને છે. વર્ષના છેલ્લાં પાંચ દિવસ ગાથાના રુપે મનાવાય છે. એટલે આ પાંચ દિવસમાં પરિવારના તમામ લોકો તેમના પૂર્વજોને યાદ કરે છે.

(Photos Credits : Amay Kharade)
એક માન્યતા પ્રમાણે પારસી ધર્મમાં માનનારા લોકો નવરોઝનું પર્વ રાજા જમશેદજીની યાદમાં મનાવે છે. કહેવાય છે કે લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં પારસી સમુદાયના એક યોદ્ધા જમશેદજીએ પારસી કેલેન્ડર બનાવ્યું હતું. ત્યારથી લઇને આજ સુધી લોકો આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે. એમ પણ કહેવાય છે કે આજ દિવસે ઇરાનમાં જમશેદજીએ સિંહાસન ગ્રહણ કર્યુ હતું.

(Photos Credits : Amay Kharade)
નવરોઝના દિવસે પારસી ધર્મમાં માનનારા લોકો સવારે જલ્દી ઉઠીને તૈયાર થાય છે. આ દિવસે ઘરની સાફ-સફાઇ કરી ધરની બહાર રંગોળી બનાવવામાં આવે છે. ત્યાર બાદ ખાસ પતવાન બનાવવામાં આવે છે. આ દિવસે એક બીજાને ઉપહાર પણ આપવામાં આવે છે. સાથે જ પારસી લોકો ચંદનના ટૂકડા ઘરમાં રાખે છે. આ પાછળ તેમની માન્યતા છે કે ચંદનની સુવાસ ઘરમાં પ્રસરતા વાતાવરણ શુદ્ધ થાય છે.