Homeસ્પેશિયલ ફિચર્સGoogle Search Listમાં એડ કરવું છે તમારું નામ? સિમ્પલ છે ફોલો કરો...

Google Search Listમાં એડ કરવું છે તમારું નામ? સિમ્પલ છે ફોલો કરો આ સ્ટેપ્સ…

આપણામાંથી દરેક વ્યક્તિને અંદરખાનેથી ફેમસ થવાની ઈચ્છા હોય છે. એટલું જ નહીં પણ સર્ચ એન્જિન ગૂગલના સર્ચ લિસ્ટમાં પણ આપણું નામ અને ફોટો આવે એ પણ આપણને ગમતી બાબત છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે ગૂગલના સર્ચ લિસ્ટમાં કોઈ ફેમસ વ્યક્તિનું નામ નાખો એટલે તરત જ એમના વિશેની માહિતી અને ફોટા આવી જાય છે. પણ હવે ચિંતા કરવાની જરુર નથી. જો તમે ફેમસ નથી તો પણ તમે તમારું નામ ગૂગલની સર્ચ લિસ્ટમાં એડ કરી શકો છો અને એ પણ ખૂબ જ સરળતાથી, તદ્દન ફ્રીમાં! હવે તમને થશે કે આખરે આ ગૂગલના સર્ચ લિસ્ટમાં આવવાથી કોઈ ફાયદો થાય છે ખરો? તો તમારા આ સવાલનો જવાબ છે હા… ગૂગલના સર્ચ લિસ્ટમાં નામ એડ થવાથી અનેક ફાયાદ થાય છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ સુધી લોકો નથી પહોંચી શકતા એવા લોકોને જો ગૂગલના સર્ચ લિસ્ટમાં તમારું નામ હશે તો તેઓ સરળતાથી તમારા સુધી પહોંચી શકશે. જેને કારણે તમારા ફોલોવર અને સબસ્ક્રાઈબર ખૂબ જ સરળતાથી વધી શકે છે.

ફ્રીમાં ગૂગલ સર્ચ લિસ્ટમાં તમારું નામ એડ કરવા તમારે આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે-

  • સૌથી પહેલાં તો ગૂગલ સર્ચ લિસ્ટમાં તમારું નામ એડ કરવા માટે ક્રોમ બ્રાઉઝર પર ક્રિયેટ પબ્લિક પ્રોફાઈલ ટાઈપ કરો
  • ત્યાર બાદ તમારું મેઈલ આઈડી અને પાસવર્ડ નાખીને લોગ ઈન કરો.
  • સૌથી ઉપર ફોટો, નીચે નામ અને એડ્રેસ લોકશન સહિતની માહિતી ભરો.
  • અંતમાં પ્રિવ્યુ સેક્શનમાં જઈને સોશિયલ મીડિયા લિંક ઉપર ક્લિક કરો.
  • હવે તમે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયાની લિંક અહીં પેસ્ટ કરી દો.
  • આ એડ કર્યા બાદ બે-ત્રણ કલાક લઈને જ્યારે ફરી એક વખત ચેક કરશો તો તમારું નામ ગૂગલના સર્ચ લિસ્ટમાં એડ થઈ ગયું હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular