હવે ગૂગલે પણ AIની રેસમાં ઝુકાવ્યું છે. ટૂંક સમયમાં Google Google Workspace ને AI થી સજ્જ કરશે, જેની મદદથી વપરાશકર્તાઓ ઓછા સમયમાં Google Docs અને Gmail પર કોઈપણ વિષય લખી અથવા સંપાદિત કરી શકશે. જો કે તે OpenAI ના ChatGPT જેવું જ છે, તે લાખો લોકોને લાભ કરશે જેઓ દરરોજ Google Workspace નો ઉપયોગ કરે છે.
ગૂગલના બ્લોગ પોસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે યુઝર્સે માત્ર વિષયનું નામ લખવાનું રહેશે, બાકીનું કામ AI કરશે. AIની મદદથી લોકો લેખિતમાં શરૂઆત કરી શકશે. વપરાશકર્તાઓ સંપાદનો અને સૂચનોની મદદથી તેમના ડ્રાફ્ટને વધુ સારો બનાવી શકશે. પ્રોફેશનલ ઈ-મેલથી લઈને જોબ ડિસ્ક્રીપ્શન અને વિડિયો સ્ક્રિપ્ટ વગેરે બધુ AI તૈયાર કરી આપશે.
રીરાઈટ ફીચરની મદદથી તમારા લેખને યોગ્ય શબ્દો, શૈલી આપવાની હોય કે નવી જોબ માટે અરજી કરવી હોય કે મીટિંગમાં લખેલા બુલેટ પોઈન્ટ્સને વધુ સારા સારાંશમાં કન્વર્ટ કરવા હોય, આ તમામ કાર્યો થોડીવારમાં AIની મદદથી સરળતાથી કરી શકાશે. આ પ્રોફેશનલ્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે તેનાથી તેમનો ઘણો સમય બચશે.
જોકે, ગૂગલે સ્વીકાર્યું છે કે જનરેટિવ AI મનુષ્યની સમજ, સર્જનાત્મકતા અને બૌદ્ધિક ક્ષમતાને બદલી શકતું નથી. તે કહે છે કે અમુક સંજોગોમાં AI ખોટો પણ હોઈ શકે છે અથવા આઉટ ઓફ ધ બોક્સ જવાબો આપીને લોકોને ખુશ કરી શકે છે. કંપનીએ જણાવ્યું કે આ ફીચર હાલમાં ટેસ્ટીંગના તબક્કામાં છે અને ખૂબ જ જલ્દી દરેક માટે લોન્ચ કરવામાં આવશે.
ગુગલમાં AI ફિચર્સના લોન્ચિંગ બાદ ઇન્ટરનેટની દુનિયા જ સમુળગી બદલાઇ જશે.