ડિસેમ્બર મહિનાની સાથે આખુ વર્ષ વિદાય લઈ રહ્યું છે ત્યારે મુંબઈની જાણીતી આર્ટ સંસ્થા ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા ૨૦૨૨માં મૃત્યુ પામેલા મહાનુભાવોના સુંદર ચિત્રો દોરીને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું હૂબહૂ ચિત્ર સાથે ‘એક ઔર મા ચલી ગઈ..’ લખીને શ્રદ્ધાંજલિ આપી હતી. (જયપ્રકાશ કેળકર)