આજે આટલું જ -શોભિત દેસાઈ

પૂરી સમજણને સાનમાં લાવ્યો
હોઠોને ઠેઠ કાનમાં લાવ્યો…
કહેવાનું જે કંઈ હતું તમને
તૂટીફૂટી જબાનમાં લાવ્યો
જી હા… વાત વિનમ્રતાથી જ કરવાની હોય… અને છતાં વાત ખુદની કરવાની છે, એટલે ક્યાંક અભાનપણે છલકાઇ જવાય તો અત્યારથી અને અગાઉથી…
લોસ એન્જલસમાં સંગીત અને કવિતાનું ઘરાનું એવા સ્વ. પોપટ સાવલાના house (કે mansion?)નાGardenમાં ૨૦૦ બેઠકો અને બધી જ ભરાઇ ગયેલી, સાથે ગુજરાતી કવિતાના અમે બે અમેરિકન ભોમિયાઓએ વાત માંડી. નોન સ્ટોપ પોણાત્રણ કલાક. અમે શું કહ્યું અને સામેથી કેવા પ્રતિસાદ આવ્યાનો અહેવાલ મારે તમને આપવાનો ન હોય, તમે એટલા ભરોસા સાથે મને અત્યારે વાંચી રહ્યા છો. પણ… નવ રસમાંથી બે રસ ટેક્નિકલ કારણોસર જાણી જોઇને બાજુ પર મૂક્યા હતા. બાકીના સાત રસના સાત સાગરમાં અમે બધાએ એકસાથે પરમ પ્રસન્નતાભરી ડૂબકીઓ લગાવી. બે વાત જે ખાસ કાને પડી, એમાંની એક ક.અ.ના સુખ્યાત ગાયનેકોલૉજિસ્ટ ડૉક્ટર કલ્પના પોપટ સાવલા તરફથી: “અરે તમને બધાને યજમાન તરીકે મારે એટલું જ કહેવાનું છે કે આ બન્ને (હું અને ચંદ્રકાંત શાહ) ફાટેલાં વસ્ત્રો અને લઘરવઘર લિબાસવાળી મારી/આપણી માને ઉત્તમ વસ્ત્રો અને ભવ્ય હીરામોતીનાં ઘરેણાંથી સજાવી રહ્યા છે… અને બીજી વાત ૨૭-૨૮ વરસની સસરા સાથે આવેલી એમની પુત્રવધૂ તરફથી: “અંકલ, તમેimagine નહીં કરી શકો કે આજે તમે મને શું આપ્યું છે. હું આજે મારા પતિ સાથે એ. આર. રહેમાનના તવજ્ઞૂમાં જવાની હતી. પણ thank God last moment મેં પપ્પા સાથે આંયા આવવાનું નક્કી કઈરું.Next time, I will bring at least 50 more listners of my age group.”
‘આજનો લહાવો લીજિયે-૨૦૨૨’એ અમારા show નું કોઇ પણ પ્રકારની પૂવતૈયારી વગર કોષ્ટક જ એવું રચાઇ ગયેલું. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, અદ્ભુત અને શાંત રસ આવે જ આવે. અને કાર્યક્રમ કવિતાના હતા, રાજકારણના નહીં… માટે જ ભયાનક અને બીભત્સ રસને અમે અસ્પૃશ્ય ગણ્યા હતા.
એમાંય બે કાર્યક્રમોમાં તો અનહદ થઇ ગઇ. ડેલાવેર અને બોસ્ટન. આખો કાર્યક્રમ, દર મિનિટના affirmative raction“p support સાથે લગભગ બે કલાક ચાલે… અને પછી વાત છેડાય માની. Carl Sandburgની કવિતાથી વાત શરૂ થાય -If you ask for one fried egg from your mother for breakfast … and she gives you two… and you eat both of them… who is powerful in arithmatic? you or your mother? અને પછી તો પંક્તિઓ આવે: જે રાહ જુએ છે એ હંમેશાં મા હોય છે… (લગભગ વિપિન પરીખની) અને ચંદુભાઇ આવે કાગળિયાં લઇને શીર્ષક બોલતાં બોલતાં: જાત્રા – અષાઢી એકાદશીના પવિત્ર તહેવારે મહારાષ્ટ્રના પંઢરપુરની પંદર-વીસ દિવસની દીર્ઘ જાત્રાએ નીકળેલા વારકરી સંપ્રદાયના લાખો ભક્તોમાંથી એક દીકરો પોતાની વયોવૃદ્ધ માને ખભે બેસાડી જાત્રા કરાવવા લઇ જાય છે એવો ફોટો મેંsocial mediaમાં જોયો-ની આ કવિતા… અને ૧૨-૧૪ મિનિટ પછી પતાવે ત્યારે તો શ્રોતાઓ આંખના ખૂણા લૂછતા અને કપડા પરનાં આંસુ ખંખેરતા ઊભા થાય અને સેક્ધડો સુધીstanding ovation આપે એ જોવા તો તમારે કાં તો રૂબરૂ હોવું પડે અથવા તાદૃશ્ય કલ્પના કરવી પડે. અને પાછી નમ્રતા તો કેવી! ચંદુ ઉવાચ: હવે મેં જ્યાંથી પૂરું કર્યું ત્યાંથી શોભિત શરૂ કરશે… અને હુંય મારાં કાગળિયાં કાઢું અને ૬૫મે વર્ષે કપાયેલી મારી ગર્ભનાળની વાત છેડું. પાછું અમારે બન્નેને સાવ તાજું… ચંદુને કવિતા અને મને માની વિદાય… એટલે પઠન દરમિયાન ડૂમા જ ડૂમા… એ ડૂમાનો રંગ પણ બન્ને વાતમાં ઉમેરાય. ‘એક અક્ષરનું મહાકાવ્ય એટલે મા’ બોલતાંમાં તો સામેનો સમુદાય પહેલાં હતપ્રભ, પછી એકાદ તાળી અને પછી ઊભા થઇને ગડગડાટ અને હું પતાવું: ‘અહીં બેઠેલી દરેક મામાં મારી મા થોડીક થોડીક ઢોળાઇ ગઇ છે.’
આજે આટલું જ…

Google search engine