Homeઆમચી મુંબઈશિરડીના સાંઈબાબા ભક્તો માટે ખુશખબર

શિરડીના સાંઈબાબા ભક્તો માટે ખુશખબર

નાશિક: દેશ-વિદેશથી લાખો ભાવિક મંદિરમાં આરતી ચાલી રહી હોય એ સમયે ગુરુસ્થાન લીમડાના ઝાડની ફરતે પરિક્રમા કરવા આવતા હોય છે. સાંઈ સમાધિના કાચ કાઢીને હાથ સ્પર્શ કરીને દર્શનની સુવિધા શરૂ થયા બાદ સંસ્થાને આ મોટો નિર્ણય લીધો હોવાની માહિતી સંસ્થાનનાં મુખ્ય કાર્યકારી અધિકારી ભાગ્યશ્રી બાનાયતે આપી છે. કોરોનાની પહેલી લહેર આવ્યા બાદ ગિરદીને ટાળવા માટે ગુરુસ્થાન મંદિરમાં આરતીના સમયે પ્રદક્ષિણા કરવા પર પ્રતિબંધ હતો, જેને હવે હટાવી લેવામાં આવ્યો છે.
શિરડીના ગ્રામજનો અને સાંઈબાબા સંસ્થાન પ્રશાસન વચ્ચે થયેલી બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમાધિ નજીકના કાચ અને જાળી હટાવવામાં આવી હોઇ ભક્તો સમાધિનાં સીધાં દર્શન કરી શકે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે સાંઈભક્તો ખુશ થઇ ગયા હોઇ સાંઈબાબાનાં ચરણોના દર્શન લેવા માટે ભક્તોની મોટા પ્રમાણમાં ગિરદી થઇ શકે છે.
દ્વારકામાઈ મંદિરમાં અંદરની તરફ ભાવિકોને પ્રવેશ આપવામાં આવ્યો હોવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયા બાદ હવે સાંઈબાબાની આરતી ચાલી રહી હોય એ સમયે ગુરુસ્થાનનાં ભક્તો દર્શન કરી શકશે. સાંઈબાબાની સમાધિ નજીક લગાવવામાં આવેલા કાચને કારણે ભક્તોને સમાધિનો સ્પર્શ કરીને દર્શન કરવા દેવામાં આવતા નહોતા, જેને કારણે ભક્તોમાં નારાજગી ફેલાઇ હતી. જોકે હવે એ કાચને દૂર કરી દેવામાં આવતાં ભક્તો સ્પર્શ કરીને દર્શન કરી શકશે.

RELATED ARTICLES

Most Popular