પ્રોવિડન્ટ ફંડના ખાતા ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારના EPFO એ આજે યોજાયેલી તેમની બેઠકમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પર 2022-23 માટે વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે. ગઈકાલે EPFOની બે દિવસીય બેઠક શરૂ થઈ હતી. આ બે દિવસીય બેઠકમાં EPFOએ તેના ખાતા ધારકો માટે 2022-23 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પરના વ્યાજ દરની જાહેરાત કરી છે. વર્ષ 2021-22 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દર 8.1 ટકાના દરે હતો. આ દર 40 વર્ષમાં સૌથી નીચો હતો, જેને કારણે આ નિર્ણયનો વ્યાપક વિરોધ પણ કરવામાં આવ્યો હતો. EPFOમાં આશરે 6 કરોડ કર્મચારી છે. EPFO તેમના આશરે 27.73 લાખ કરોડ રૂપિયાનું સંચાલન કરે છે આ તમામ લોકો માટે ખુશીના સમાચાર છે.