Homeટોપ ન્યૂઝભારત-પાકિસ્તાનના ફેન્સ માટે ખુશખબર: આ વર્ષે એશિયા કપના એક ગ્રૂપમાં બંને દેશ...

ભારત-પાકિસ્તાનના ફેન્સ માટે ખુશખબર: આ વર્ષે એશિયા કપના એક ગ્રૂપમાં બંને દેશ હશે…

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના અધ્યક્ષની એક ટિવટથી ચાહકોના ધબકારા વધારી નાખ્યા હતા, જેમાં ગુરુવારે એશિયા કપ 2023 અને 2024નું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે એની જાહેરાત કરતા કહ્યું હતું કે આ વર્ષની એશિયાઈ ટુર્નામેન્ટમાં ફરી એક વાર ફરી ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે.
અહીં એ વાત જણાવી દઈએ કે આ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપની ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક ગ્રૂપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ હશે, જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બંગલાદેશ હશે. સૌથી મોટી જાહેરાત તો એક ગ્રૂપમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાવવાના સમાચારથી બંને દેશના ચાહકોના ધબકારા વધારી નાખ્યા છે, કારણ કે ચાહકોમાં જ નહીં, પરંતુ સટ્ટાબજાર માટે પણ આ બંને દેશની મેચનું લોકપ્રિય હોવાનું કહેવાય છે.
એશિયા કપ 2023ના આયોજનની જવાબદારી પાકિસ્તાનને સોંપવામાં આવી છે, પરંતુ એસીસી તેની સાથે એસીસીના અધ્યક્ષ જય શાહે અગાઉથી સ્પષ્ટતા કરી છે કે ભારતીય ટીમ પાકિસ્તાન રમવા જશે નહીં, તેથી બંને દેશની મેચ પણ ન્યૂટરલ વેન્યુ પર રમાશે નહીં.

આ મુદ્દે એસીસીના અધ્યક્ષ જય શાહે ટિવટ કરી લખ્યું હતું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ 2023 અને 2024 માટે એસીસીના પાથવે સ્ટ્રક્ચર અને કેલેન્ડર રજૂ કરું છું. આ રમત ક્રિકેટને નવી ઊંચાઈ પર લઈ જવાના અમારા અદ્ધિતિય પ્રયાસો અને ઝનુન બતાવે છે. શાનદાર પ્રર્દશન માટે તૈયાર દેશોના ક્રિકેટરની સાથે આ ક્રિકેટ માટે એક શ્રેષ્ઠ સમયનું વચન આપે છે. એશિયા કપ 2023માં લીગ સ્ટેજ, સુપર ફોર અને ફાઈનલ મળીને કુલ 13 મેચ રમાશે, પરંતુ હજુ સુધી આ ટૂર્નામેન્ટનું શિડયુલ આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular