Homeઆમચી મુંબઈ'હું ટૂંક સમયમાં મુંબઈમાં બ્લાસ્ટ કરવાનો છું'

‘હું ટૂંક સમયમાં મુંબઈમાં બ્લાસ્ટ કરવાનો છું’

‘હું ટૂંક સમયમાં મુંબઈમાં બ્લાસ્ટ કરવાનો છું’
મુંબઇ પોલીસને મળી ધમકી

પોલીસને ફરી એક વાર રાજ્યની રાજધાની મુંબઇમાં આતંક ફેલાવવાની ધમકી મળી છે. કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા મુંબઇ પોલીસને ધમકી મળી છે. અત્યાર સુધી પોલીસને ઇ-મેઇલ કે ફોન દ્વારા ધમકી આપતા મેસેજ અને કોલ્સ આવતા હતા, પરંતુ આ વખતે પહેલી વારટ્વીટરના માધ્યમથી આ ધમકી આપવામાં આવી હતી. મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ મુંબઈ પોલીસને આ ધમકી મળી હતી. ધમકી મળતા જ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી ધમકીમાં મુંબઇ શહેરમાં બ્લાસ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો.

પોલીસને મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ ધમકીભર્યો સંદેશ મળ્યો હતો જે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ મેસેજ અંગ્રેજીમાં લખવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘I am going to blast Mumbai very soon’ (“હું ટૂંક સમયમાં મુંબઈમાં બ્લાસ્ટ કરવાનો છું,”).

મેસેજ મળ્યા બાદ પોલીસે સંબંધિત વ્યક્તિના એકાઉન્ટની તપાસ શરૂ કરી હતી.
પોલીસે તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આવી ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરી અને પૂછપરછ માટે તેને કસ્ટડીમાં લીધો હતો. ધમકી આપનાર વ્યક્તિ કોણ છે, તેણે શા માટે આવી ધમકી આપી, તેની સાથે કોઇ સાગરિત છે કે નહીં વગેરે જેવી બાબતોની પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -