મુંબઈઃ સોનાના દાંતની મદદથી 15 વર્ષથી ફરાર એક આરોપીની ધરપકડ કરવામાં આરએકે માર્ગ પોલીસને સફળતા મળી હતી. 38 વર્ષીય આરોપી પ્રવીણ જાડેજાને પોલીસી રકમ લેવાના બહાને મુંબઈ બોલાવવામાં આવ્યા હતા. ગુજરાતથી પ્રવીણ જેવો મુંબઈ આવ્યો કે પોલીસે તાત્કાલિક તેને તાબામાં લીધો હતો અને તેણે બેસાડેલા બે સોનાના દાંતને કારણે આરોપીને ઓળખવામાં પોલીસને મદદ મળી હતી.
મુંબઈના કપડાંના વેપારી પાસે આરોપી પ્રવીણ જાહેજા સેલ્સમેન તરીકે કામ કરતો હતો. અન્ય દુકાનદાસ પાસે બાકી રહેલાં 40 હજાર રૂપિયા લાવવા માટે વેપારીએ પ્રવીણને મોકલાવ્યો હતો. આ રકમ વસૂલીને પાછા ફરતી વખતે જ પોતાને લૂંટી લેવામાં આવ્યો હોવાનો દેખાવ પ્રવીણ કર્યો હતો. એ સમયે તત્કાલીન પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ ગુનાના તપાસ દરમિયાન પોલીસે પ્રવીણની ઉલટ તપાસ કરતાં હતા અને તેનણે ચોરીની બનાવટ કરી હોવાની કબૂલાત કરી હતી. આ ગુના હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન પ્રવીણે જામીન મેળવી લીધા અને કોર્ટમાં તારીખો પર ગેરહાજર રહેવા લાગ્યો. આખરે મુંબઈ કોર્ટે તેને ફરાર જાહેર કર્યો હતો.
ફરાર આરોપી પ્રવીણની શોધ ચલાવવામાં આવી રહી હતી એવામાં જ પોલીસને તે ગુજરાતમાં હોવાનું જાણવા મળ્યું હતું. તેની ધરપકડ કરવા માટે પોલીસે જાળ બિછાવ્યો હતો. પોલિસી મેચ્યોર થઈ ગઈ હોવાનું કારણ આપીને પૈસા લેવા માટે પોલીસે પ્રવીણને મુંબઈ બોલાવ્યો. પૈસાની લાલચ તેને મુંબઈ ખેંચી લાવી. પોલીસે તેની પૂછપરછ કરી અને પ્રવીણની ઓળખ કરવામાં તેના સોનાના બે દાંતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સોનાના દાંતે 15 વર્ષ જૂનો ગુનો ઉકેલ્યો
RELATED ARTICLES