મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) અંધેરીમાં એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતેથી રૂ. ૨૧ કરોડનું ૩૬ કિલો સોનું અને ૨૦ લાખની બેહિસાબી રોકડ જપ્ત કરીને આ પરિસરમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ડીઆરઆઇના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતે સોમવારે તપાસ કરીને દાણચોરીનું સોનું જપ્ત કર્યું હતું. ડીઆરઆઇએ જણાવ્યું હતું કે દાણચોરો દ્વારા મોટા પેમેન્ટ્સ જમા કરવા હવાલા થકી લેણદેણ કરવામાં આવી રહી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.