ઘટ્યા મથાળેથી સોનામાં ₹ ૨૦૯નો અને ચાંદીમાં ₹ ૨૨૪નો સુધારો

વેપાર વાણિજ્ય

મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યા બાદ આજે લંડન ખાતે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી છતાં ભાવમાં ધીમો સુધારો જળવાઈ રહ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૮થી ૨૦૯નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૨૪નો ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૮ વધીને રૂ. ૫૧,૪૨૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૨૦૯ વધીને રૂ. ૫૧,૬૩૦ના મથાળે રહ્યા હતા. તેમ જ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ વૈશ્ર્વિક સુધારાતરફી અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૨૪ના સુધારા સાથે રૂ. ૫૫,૨૨૪ના મથાળે રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.