ભારતની વાત કરીએ તો અહીં સોનું અને ચાંદિની માંગ સૌથી વધારે છે. દેશમાં હાલમાં દસ ગ્રામ સોનાનો ભાવ 60 હજાર રુપિયા પર પહોંચ્યો છે. પણ જો તમને ખબર પડે કે ભારતમાં એક સોનાની નદી વહે છે. તો કદાચ કોઇના માનવામાં નહીં આવે. પણ આ હકીકત છે ભારતમાં એક એવી નદી છે જેમાં સોનાના કણ વહીને આવે છે. અહીં રહેતાં લોકો સદીઓથી આ સોનું ભેગુ કરવાનું જ કામ કરે છે.
પ્રાપ્ત વિગતો મુજબ સોનાની આ નદી ઝારખંડમાં વહે છે. આ નદીનું નામ સ્વર્ણરેખા નદી છે. જોકે આ નદીમાં માત્ર પાણી જ નહીં પણ સોનું પણ વહે છે. સ્થાનીકો આ નદીને સોનાની નદી પણ કહે છે. ઝારખંડમાંથી વહેતી આ નદી ઓડિસા અને પશ્ચિમ બંગાળથી નીકળીને બાલેશ્વર થઇને બંગાળના મહાસાગરમાં મળે છે.
474 કિલોમિટર લંબાઇ ધરાવતી આ નદીમાંથી આદિવાસી લોકો વહેલી સવારથી સોનું ભેગું કરવાનું કામ કરે છે. આખો દિવસ મહેનત કરી આ લોકો નદીમાંથી સોનાના કણ શોધી લાવે છે. ઘણાં સમયથી આ ગામના લોકો પીઢી દર પીઢી આ જ કામ કરે છે. તામાર, સાંરડા જેવા અનેક સ્થાન છે જ્યાં પુરુષ, મહિલા અને બાળકો વહેલી સવારે ઉઠીને નદીમાંથી સોનાના કણ ભેગા કરે છે.
ક્યારેક આખો દિવસ શોધ્યા બાદ પણ હાથમાં કઇ નથી લાગતું. જોકે આખા મહિનામાં આ લોકો સોનાના 70 થી 90 કણ ભેગા કરે છે.