Homeદેશ વિદેશધ ગ્રેટ ટ્રેન રોબરી...કામાખ્યા એક્સપ્રેસમાં કરોડ રૂપિયાના સોનાના દાગીના-રોકડની ચોરી

ધ ગ્રેટ ટ્રેન રોબરી…કામાખ્યા એક્સપ્રેસમાં કરોડ રૂપિયાના સોનાના દાગીના-રોકડની ચોરી

નવી દિલ્હી: બિહારમાં ચાલતી ટ્રેનમાં કરોડ રૂપિયાના મૂલ્યના સોનાના દાગીના સહિત રોકડ રમકની ચોરીના અહેવાલથી રેલવે પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. દિલ્હી-કામાખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસમાંથી કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થયાની એક વેપારીએ પટના રેલવે સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવી છે, એમ જીઆરપીએ જણાવ્યું હતું.
દિલ્હી-કામાખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસના એસી કોચમાં પ્રવાસ કરનારા એક પ્રવાસીની બેગમાંથી બે કિલોગ્રામ સોનું, પાંચ કિલોગ્રામ ચાંદી અને બે લાખની રોકડ મળીને લગભગ કરોડ રૂપિયાના મૂલ્યના સામાનની ચોરી કરી હતી. આ પ્રવાસી રાજસ્થાનનો વેપારી હોવાનું કહેવાય છે, જ્યારે ટ્રેનમાંથી ચોરી થયેલા માલસામાન અંગે પટના જંક્શન ખાતે કેસ નોંધવામાં આવ્યો છે.
કામાખ્યા એક્સપ્રેસ બિહારમાં એન્ટ્રી થઈ રહી હતી ત્યારે આરા અને પટનાની વચ્ચે બિઝનેસમેનના સોનાના દાગીના સહિત રોકડ (એક કરોડ રૂપિયા અને બે લાખ રૂપિયાની રોકડ)ની ચોરી થઈ હતી. આ મુદ્દે રેલવે પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular