સોનામાં ₹ ૯૫નો સુધારો, ચાંદી ₹ ૨૮૨ ઘટી

વેપાર વાણિજ્ય

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પૂર્વે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ રહ્યો હોવા છતાં આજે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે પાંખાં કામકાજો વચ્ચે બન્ને કીમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં ગ્રામદીઠ રૂ. ૯૪થી ૯૫નો સુધારો આવ્યો હતો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૮૨ ઘટી આવ્યા હતા. આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૨ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. આજે ખાસ કરીને સોનામાં ગત શુક્રવારે આવેલા ઝડપી ઉછાળા બાદ જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારો અવઢવમાં મુકાઈ ગયા હતા. તેમ જ ફેડરલ રિઝર્વની આગામી બેઠકને ધ્યાનમાં લેતા સાવચેતીનો અભિગમ અપનાવતા આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં એકંદરે કામકાજ પાંખાં રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૪ વધીને રૂ. ૫૦,૭૦૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૫ વધીને રૂ. ૫૦,૯૧૧ના મથાળે રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.