Homeદેશ વિદેશવિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૩૩૩નો ઘટાડો, ચાંદી ₹ ૨૧૭ વધી

વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૩૩૩નો ઘટાડો, ચાંદી ₹ ૨૧૭ વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્ષ ૨૦૨૨ના ત્રીજા ત્રિમાસિકગાળામાં અમેરિકન અર્થતંત્રમાં બજારની અપેક્ષા કરતાં ઝડપી સુધારો જોવા મળ્યો હોવાના નિર્દેશો અને બેરોજગારી ભથ્થુ મેળવનારાઓની સંખ્યામાં પણ અંદાજ કરતાં ઘટાડો જોવા મળતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલા ઘટીને ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની સપાટીની અંદર ઊતરી ગયા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી સાધારણ સુધારો આવ્યો હતો. તેમ છતાં વૈશ્ર્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩૨થી ૩૩૩નો ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો ઘટાડો આવતા સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ ચાંદીના ભાવમાં મધ્યસત્ર દરમિયાન કિલોદીઠ રૂ. ૧૮૯ ઘટી આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે સત્રના અંતે ભાવ કિલોદીઠ રૂ. ૨૧૭ના સુધારા સાથે બંધ રહ્યા હતા.
આજે વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સાધારણ સુધારો આવ્યો હોવા છતાં હજુ સ્થાનિકમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪,૦૦૦ની ઉપર પ્રવર્તી રહ્યા હોવાથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતી હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. આજે સત્રના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩૨ ઘટીને રૂ. ૫૪,૧૪૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૩૩ વધીને રૂ. ૫૪,૩૬૬ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહ્યા બાદ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૧૭ના સુધારા સાથે રૂ. ૬૭,૮૨૨ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે અમેરિકાના જીડીપીના પ્રોત્સાહક ડેટા અને બેરોજગારોની સંખ્યામાં બજારની અપેક્ષા કરતાં ઓછો વધારો થવાથી સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૩ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૧૭૯૭.૯૮ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૬ ટકા વધીને ૧૮૦૫.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને ૨૩.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર (પીસીઈ) પર અને સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં કોવિડ-૧૯ની સ્થિતિ પર સ્થિર હોવાથી રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular