યુએસ બોન્ડ યિલ્ડમાં ઘટાડા છતાં સોનાચાંદીમાં સુસ્તીનો માહોલ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં આગેકૂચ અને ચાંદીમાં સુસ્ત વલણ જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં સોનાચાંદીમાં નરમાઇ રહી હતી. યુએસ બોન્ડ યિલ્ડમાં ઘટાડા સાથે વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં મિશ્ર વલણ રહેવાને કારણે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવમાં ઘટાડો અટકયો હતો. જોકે આમ છતાં ચમકારો કહી શકાય એવી તેજી દેખાતી ના હોવાનું સ્થાનક બુલિયન ડીલરે જણાવ્યું હતું.
સ્થાનિક સ્તરે સુસ્ત અને નિરસ હવામાન જોવા મળ્યું હતું. ઝવેરી બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું ૧૦ ગ્રામે રૂ. ૫૦,૮૮૩ના પાછલા બંધ સામે રૂ. ૫૦૮૭૭ના ભાવે ખૂલીને અંતે રૂ. ૩૦ના ધસરકા સાથે રૂ. ૫૦૮૫૩ની સપાટી પર સ્થિર થયું હતું. એ જ રીતે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું ૧૦ ગ્રામે રૂ. ૫૦,૮૮૩ના પાછલા બંધ સામે રૂ. ૫૦,૬૭૯ના ભાવે ખૂલીને અંતે રૂ. ૩૦ના ધસરકા સાથે રૂ. ૫૦,૬૪૯ની સપાટી પર સ્થિર થયું હતું. હાજર ચાંદીમાં પણ નરમાઇ જોવા મળી હતી. ચાંદી એક કિલોદીઠ રૂ. ૫૬,૮૮૧ના પાછલા બંધ સામે શુક્રવારે રૂ. ૫૬૬૨૬ની સપાટીએ ખૂલ્યા બાદ અંગે રૂ. ૪૫૪ના ઘટાડા સાથે રૂ. ૫૬,૪૨૭ની સપાટીએ બંધ રહી હતી. ગોલ્ડનો ભાવ વિશ્ર્વબજારમાં ઔશ દીઠ વધીને ૧૭૪૨ ડોલર બોલાયો હતો, જોકે સિલ્વરનો ભાવ ૧૯.૨૦ પ્રતિ ઔંશની સપાટીએ સ્થિર હતો. દેશાવરોમાં નવી દિલ્હી ખાતે સોનાના ભાવ ૧૦ ગ્રામે રૂ. ૯૭ના સુધારા સાથે રૂ. ૫૦,૬૧૩ બોલાયા હતા, જે પાછલા સત્રમાં રૂ. ૫૦,૫૧૬ના સ્તરે હતા. જોકે, દિલ્હીમાં હાજર ચાંદી એક કિલો દીઠ રૂ. ૩૦૩ના ઘટાડા સાથે રૂ. ૫૬,૫૪૦ બોલાઇ હતી. જે પાછલા સત્રમાં રૂ. ૫૬,૮૪૩ની સપાટીએ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.